Thursday, May 15, 2025

હળવદ: માવઠાના મારે ખેડૂતોના મોંમાં આવેલો કોળીયો છીનવાયો, કરા સાથે પડેલા વરસાદે ખેડૂતોનો પાક કર્યો ધૂળધાણી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ: હળવદ પંથકમાં કાલે બપોરે બાદ આવેલા વાતાવરણ પલટાના કારણે હળવદના અલગ અલગ ગામોમાં કરા સાથે વરસાદ પડ્યો છે. જેને લઈને ખેડૂતોના મોંમા આવેલો કોળીયો છીનવાયો છે. જેમાં ખાસ કરીને વાત કરવામાં આવે તો હાલમાં ખેડૂતોએ તૈયાર કરેલો પાક ધાણા, જીરૂં અને ઘઉંનો પાક તૈયાર થયેલો હતો. અને ક્યાંક ખેડૂતોને ખરુ લેવાનું હતું તેવા સમયે જ વરસાદ ત્રાટક્તા ખેડૂતોને મોટાપાયે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે.

ત્યારે સરકાર દ્વારા ખેડૂતો સહાય કરે તેવી ખેડૂતોની ઠેર ઠેર માંગ ઉઠી છે. હળવદ તાલુકાના વિવિધ ગામોમાં કાલે બપોરે બાદ વરસાદી માહોલ સર્જાયો હતો. જેન લઈ ખેડૂતોએ સહાયની માંગ કરી છે. હળવદ પંથકના વરસાદની વાત કરીએ તો રણજીતગઢ, કેદારીયા, ધનાળા, મયુરનગર, રાયસિંગપર, સુસવાવ, પ્રતાપગઢ, ધૂળકોટ, ઘાંટીલા સહિતના ગામોમાં વરસાદ નોંધાયો હતો. તો ધનાળા ગામે કરા સાથે વરસાદ ખાબક્યો હતો. જેમાં તૈયાર થયેલો પાક વરીયાળી,તમાકુ, એરંડા, સહિતના પાકોમાં વરસાદનું પાણી અડી જતા પાકમાં નુકસાન થયું છે. બીજી તરફ ધાણા, જીરૂ, ઘઉં સહિતનો પાક હાલ ખેડૂતોને તૈયાર થઈ ગયો હોય અને ખરુ લેતા સમયે જ વરસાદ ત્રાટકતા જણસોની ક્વોલિટીમાં અસર થશે જેને લઈને ખેડૂતો સારા નહીં મળે જેથી કરીને આર્થિક રીતે ફટકો પડી શકે છે. જેથી તંત્ર દ્વારા વહેલી તકે સર્વે કરાવી ખેડૂતોને થયેલા નુકસાનની સહિય ચુકવે તેવી ખેડૂતોની માંગ ઉઠી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર