મોરબીમાં વિધુતનગરના ઢાળીયા નજીક યુવક પર બે શખ્સોનો છરી વડે હુમલો
મોરબી: અગાઉ યુવકે એક શખ્સને શેરીમાં ગાળો બોલવાની ના પાડી હોય જે વાતનું મનદુઃખ રાખી બે શખ્સોએ યુવક પર છરી વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હોવાની ભોગ બનનાર યુવકે બંને આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબી -૨ સર્કીટ હાઉસ સામે વિધુનગર સોસાયટીમાં રહેતા યોગેન્દ્ર સિંહ હરદેવસિંહ જાડેજા (ઉ.વ.૨૯) એ આરોપી યુવરાજ સિંહ વિક્રમસિંહ ગોહિલ રહે. હરીપાર્ક મોરબી વાળા તથા બીજો એક અજાણ્યો માણસ વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૦-૦૩-૨૦૨૩ ના રોજ ફરીયાદીએ એકાદ માસ પહેલા આરોપી યુવરાજસિંહ ગોહિલને શેરીમાં ગાળો બોલવાની ના પાડેલ હોય તે વાતનુ મનદુખ રાખી આરોપી યુવરાજસિંહએ આરોપી અજાણ્યા માણસ તેના મિત્ર સાથે આવી ગાળો આપી આરોપી યુવરાજસિંહએ છરીના ઘા ફરીયાદીને માથાના ભાગે બન્ને હાથે તથા પીઠના ભાગે ઇજા પહોચાડી તથા પેટના ભાગે છરીના ઘા મારી ગંભીર ઇજા પહોંચાડી ગુનો કરેલ હોય અને આરોપી અજાણ્યા માણસએ ઢીક્કા પાટુનો માર મારી ગંભીર ઈજા પહોંચાડી હોવાની ભોગ બનનાર યોગેન્દ્ર સિંહ એ આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ – ૩૨૬,૩૨૪,૩૨૩,૫૦૪,૧૧૪ તથા જીપી એક્ટ કલમ -૧૩૫ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.