મોરબી: મોરબીથી વીસ કિલોમીટર દૂર આવેલું ચાચાપર ગામ દરેક રીતે સમૃદ્ધ અને સર્વાંગી વિકાસ વાળું ગામ છે. ત્યાં પટેલ, રબારી, અનુસૂચિત જાતિ વગેરે કોમ હળીમળીને અને સંપીને રહે છે. પરંતુ છેલ્લા છ-આઠ મહિનાથી આ ગામની એકતા અને સંપીને રહેવા જેવી બાબતને કોઈની નજર લાગી હોય તેમ છ મહિનાથી ગામમાં કોમ -કોમ વૈમનસ્ય વધ્યું છે તેવું લાગે છે અને બંધારણીય અને કાયદાનું રક્ષણ મળ્યું હોય તેનો દુરુપયોગ થતો હોય તેમ ખોટી ફરિયાદો કરાતી હોવાની સમગ્ર ગ્રામજનોમાંથી અવાજ ઉઠ્યો છે.
આ બાબતે સમગ્ર ગામ મીડિયા સમક્ષ હાજર થયું છે. બાબત એવી છે કે અહીં ખેડૂતોને ખેતર પાછળ ખરા અને વાડા મળ્યા છે. જે તેમના ગ્રામ પંચાયતમાં રજીસ્ટરમાં નોંધાયા છે. ખરા અને વાડા જે ખેડૂતોનાં છે તે ખેડુતો એ સમાજની વાડી બનાવવા માટે અર્પણ કરતા ગામના અમુક લોકો તેમને ત્યાં પ્લોટ મળે તેવી માંગણી કરીને આ કામમાં વિઘ્ન વિજ્ઞાન નાખવાનો પ્રયાસ કર્યો છે. છેલ્લા દોઢ બે મહિના થી આવી હરકતો થતી હોય ચાચાપર ગામે ગામના લોકો પાદરમાં એકત્ર થયા હતા અને ત્યાં તેમને મીડિયા વાળા ને બોલાવી પોતાની આપવિતી જણાવી હતી.
આ ગ્રામજનોમાં પટેલ, રબારી, અનુસૂચિત જાતિના લોકો હતા અને તેમને કોઈ જાતનો વાંધો નથી અને ગામ તો અમોને તેમની સાથે જ રાખે છે એવી વાત કરી છે. તો આ પેટમાં કોને દુઃખે છે?
કેટલાક બહારગામથી આવી લોકોને માનસિક ત્રાસ આપી રહ્યા છે ખોટા કેસ ઉભા કરી રહ્યા છે. તંત્રને દોડધામ કરાવી રહ્યા છે. એક કરેલી ફરિયાદમાં તંત્રએ પંચ રોજકામ કરતા તે ફરિયાદ ખોટી ઠરી છે. આવી તેની દરેક હરકતો લોકોને ત્રાસ આપનારી બની રહી છે ત્યારે તંત્રએ પણ હવે આવી ખોટી ફરિયાદો થતી હોય ત્યારે તટસ્થ અને પ્રમાણિકપણે તપાસ કરીને જો ખોટી ફરીયાદ જણાય તો ખોટી ફરીયાદ કરનારાઓ સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ એવું પણ ગ્રામજનો કહી રહ્યા છે. અને અહીં એ વાત જણાવી દઈએ કે મોરબી તાલુકાના લગભગ પચ્ચીસથી વધુ ગામમાં આવી હરકતો થઈ છે કેવું જાણવા મળ્યું છે.
