આ શુભારંભ સમારોહમાં રાજકીય સામાજીક તેમજ સીરામીક ઉદ્યોગકારો બહોળી સંખ્યામાં જોડાયા
મોરબી-જેતપુર-અણીયારી રોડ તથા મોરબી-હળવદ રોડ તેમજ ઔધોગિક વિસ્તારના અલગ અલગ 17 રોડના કામોનો આજરોજ મુહુર્તમાં રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને વિકાસના કામને વેગ આપી હતી.
જેમાં આજે ઔધોગિક રીતે વિકસતા મોરબી-જેતપર-અણિયારી રોડ ( 141 કરોડ) તથા મોરબી -હળવદ રોડ (F 190 કરોડ) તેમજ મોરબીના ઔધોગિક વિસ્તારના અલગ અલગ 17 જેટલા રોડ (અંદાજે ૨ 50.00 કરોડ) ના કામોના શુભારંભ કર્યું હતું તેમજ રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં વિનોદભાઈ ચાવડા (સાંસદ સભ્ય)- જયંતીભાઈ કવાડીયા( પૂર્વમંત્રી) ધારાસભ્ય કાંતિભાઇ અમૃતિયા,જીતુભાઈ સોમાણી, પ્રકાશભાઈ વરમોરા તેમજ ભાજપ અગ્રણીઓ એ વિકાસના કામમાં જોડાઈને પ્રજા ને ભેટ આપી હતી.
મોરબી જિલ્લાના સિરામિક ઉદ્યોગને ૧૭ જેટલા રોડ મંજૂર થયા છે જેથી સૌથી વધુ આનંદ મોરબીનાં ઉધોગપતિઓમાં જોવા મળી રહ્યો હતો.આ કાર્યક્રમમાં સિરામિક ઉદ્યોગનાં પ્રમુખો અને ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા.
કોંગ્રેસનાં નેતાને જયંતીભાઈ કવડિયાએ ટકોર કરતા કહ્યુ હતું કે જે વિકાસ કર્યો છે તે અમે કર્યો છે અને આવતા દિવસોમાં અમે જ વિકાસ કરીશું.
આ તકે વોલ ટાઇલ્સ એસોશિયેશન ના પ્રમુખ હરેશભાઈ બોપલીયએ જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષ થી મોરબી-હળવદ રોડ માટેની માંગણી હતી તેના કામ પેન્ડિંગ હતા એમાં જે રોડના કોન્ટ્રાક્ટર છે એને પણ ખ્યાલ છે કે ધક્કા ખાઈને થાકી ગયા હતા.હવે મોરબી હળવદ ફોર લેન બનશે ત્યારે મોરબી થી અમદાવાદ જવાના રસ્તો છે એનું 30 કિલોમીટર જેટલું અંતર ઘટી જશે જેને લીધે પેટ્રોલ ડીઝલ અને સમયની બચત પણ થશે આ મોરબી હળવદ રોડ નાનો અને સાંકડો અને ખૂબ ખરાબ હાલતમાં હતો જેને લીધે ટ્રાફિકની બહુ જ સમસ્યા રહેતી આ રોડ સારી ટ્રીટમેન્ટ આપીને બનશે જેથી ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને મોટો ફાયદો થશે 300 થી વધુ ઉદ્યોગોઆ રોડ પર આવેલા છે આ સિવાય પણ અન્ય પણ ઉદ્યોગો પર આવેલા છે આ રોડ બનતા ઉદ્યોગને વેગ મળશે કેમકે અમારા રોડ ઉપર દૈનિક ખર્ચ 300 થી વધારે ટ્રકની અવનજવન થાય છે જેથી રસ્તા જો સારા હોય તો ટ્રાફિકની સમસ્યા અને ધુળની ડમરીની સમસ્યામાંથી છુટકારો મળશે તેમજ ટાઇલ્સમાં અમારે બ્રેકેટના બહુ મોટા પ્રશ્ન હતા આ પણ પ્રશ્ન અમારો દૂર થઈ જશે અને ટ્રાન્સપોર્ટ જગતને સારો વેગ મળશે જે નુકસાની અમને ટાઇલ્સમાં આવતી હતી એમાં ફાયદો મળશે જેથી આ રોડ બનતા ઉદ્યોગનું બહુ જ સારો વિકાસ થશે તેવુ જણાવ્યુ હતું.
