પિતા વગરના બાળકોને દાતાઓના સહયોગથી શિક્ષણ ફ્રી આપવામાં આવશે.
આ વર્ગખંડ નું નિર્માણ ટ્રસ્ટના આજીવન ટ્રસ્ટી કેશુભાઈ ચાવડા અને તેમના પરિવાર દ્વારા કરવામાં આવેલ
મોરબી ખાતે વર્ષ ૨૦૦૧ માં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શરૂ કરવામાં આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રાથમિક વિદ્યાલય માં નવા વર્ગખંડનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો.આ વર્ગખંડ ડો.બાબાસાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટના મંત્રી અને આજીવન સભ્યના સભ્યો આયુષમાન કેશવલાલ રામજીભાઈ ચાવડાએ પોતાના પિતા ના સમર્પણ બનાવેલ હાલ આ શાળા માં ગરીબ અને પછાતવર્ગ ના બાળકો કેજી.થી ધોરણ ૮ શુધી અભ્યાસ કરે છે જેમાં વધારો કરી ધોરણ ૯ અને ૧૦ નો સમાવેશ કરવા માટે ટ્રસ્ટ ત્યારીઓ કરી રહ્યું છે. જેના ભાગ રૂપે દાતાઓના સહયોગ થી હજુ 3 નવા વર્ગ ખંડો નિર્માણ કરશે.
આ કાર્યક્રમ ને સફળ બનાવવા ડો.બાબા સાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટના કાર્યકારી પ્રમુખ જમનાદાસ ટપુભાઈ પરમાર, મંત્રી કેશવલાલ ચાવડા, ટ્રસ્ટ વલ્લભદાસ પરમાર અને સભ્ય વિઠ્ઠલભાઈ મોતીભાઈ ચાવડા, જીતુભાઇ ભગવાનજીભાઈ ચૌહાણ, નિલેષ ભીમજીભાઈ ચૌહાણ, ધર્મેન્દ્ર દેવજીભાઈ મકવાણા, રામજીભાઈ માવજીભાઈ પરમાર, ડૉ. પરેશ માલજીભાઈ પારીઆ એ જહેમત ઉઠાવેલ. કાર્યક્રમ બાદ બટુક ભોજન સાથે મહેમાનો એ પણ ભોજન કરેલ.
આગમી શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ એજન્ડા…
– પિતા વગરના બાળકોને દાતાઓના સહયોગથી શિક્ષણ ફ્રી આપવામાં આવશે.
– પિતાને લાંબી બીમારી હોય કે અન્ય કારણોસર બાળકને ભણાવવા માટે સક્ષમન હોય તો તેવા બાળકોને દાતાઓના સહયોગથી ફ્રી શિક્ષણ અપાશે.
– શાળામાં ભણાવતા શિક્ષકોના બાળકોને ફ્રી શિક્ષણ આપશે જેનો ખર્ચ સંસ્થા ભોગવશે.
– સામાન્ય પરિવારમાં એકથી વધુ દીકરીઓ હોય તો બીજી દીકરીને 50% ફી માફી અને ત્રીજી દીકરીને સંપૂર્ણ ફી માફી કરવામાં આવશે.
– નબળા બાળકોને સ્કૂલ બાદના સમયે ફ્રી ટ્યુશન અપાશે જેનો ખર્ચ સંસ્થા ભોગવશે.
– સંસ્થા શિક્ષકોને અન્ય નામાંકીત શાળાઓમાં ટ્રેનિંગ અપાવશે.
– સંસ્થા દ્વારા મહિલાઓને રોજગાર મળે એ હેતુસર નજીવા દરે સીવણ ક્લાસ તેમજ પાર્લર ક્લાસ શરૂ કરાશે
– સંસ્થા દર વર્ષે ગરીબ કન્યાઓના લગ્ન પણ કરાવશે
– સમાજ ઉથન માટેના કાર્યોમાં યુવાનો વધુ રસ રહે તે હેતુસર ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિદ્યાલય વિકાસ સમિતિની રચના કરાશે જેમાં યુવાનોને સામેલ કરાશે.
– સંસ્થા દ્વારા શિક્ષણ સહાય કેન્દ્ર શરૂ કરાશે.
૭૦ વર્ષના દર્દી જેમને જમણા પડખામાં દુખાવો, પેશાબમાં બળતરા, ઉલટી જેવા લક્ષણો હતા, તે આયુષ હોસ્પિટલમાં બતાવા માટે આવેલા. જ્યાં ડૉ. કેયુર પટેલ દ્વારા આગળ સી.ટી. સ્કેન કરતા જણાયું કે દર્દીની જમણી કીડની ની નળી માં પથરી ફસાઈ ગયેલ છે. દર્દીને પથરી લાંબા સમયથી ફસાયેલ હોવાથી જમણી કીડનીમાંથી પેશાબ...
મોરબી શહેરમાં માળિયા વનાળીયામા રહેતા સામાજિક કાર્યકરને એક શખ્સ સાથે અગાઉ બોલાચાલી ઝઘડો થયેલ હોય જે બાબતનો ખાર રાખી એક શખ્સે વૃદ્ધ સામાજિક કાર્યકરને ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી શરીરે મુંઢ ઈજા પહોંચાડી હોવાની સિટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના માળિયા વનાળીયામા...