માળિયાના જુનાં ઘાટીલા ગામે યુવકને ત્રણ શખ્સોએ લોખંડના પાઇપ વડે ફટકાર્યો

મોરબી: માળિયા (મી) જુનાં ઘાટીલા ગામે યુવકના કુટુંબીક ભાઈનો છોકરો આરોપી અંરવિદભાઈનો છોકરો જે દુકાને બેસતો હોય જે દુકાને ગુલ્ફી લેવા જતા જેઓએ ઓગળી ગયેલી ગુલ્ફી આપતા યુવકના કુટુંબીક દાદા જે બાબતે કહેવા જતા ત્રણ શખ્સોએ આવી યુવક તથા સાહેદનાઓને ગાળો બોલી બોલાચાલી કરી ઝગડો કરી યુવકને લોખંડના પાઇપ વડે મારમારી વચ્ચે સાહેદ પડતા તેમને પણ લોખંડના પાઇપ વડે મારમારી તેમજ યુવક તથા સાહેદને ઢીકાપાટુનો મુંઢમાર માર્યો હતો. આ બનાવ અંગે ભોગ બનનાર યુવકે આરોપીઓ વિરુદ્ધ માળીયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ માળીયા (મી) તાલુકાના જુના ઘાટીલા ગામે રહેતા અનીલભાઈ જાદવજીભાઈ અગેચણીયા (ઉ.વ.૨૮) એ આરોપી અરવિંદભાઈ નારાયણભાઈ, ઓધવજીભાઈ નારાયણભાઈ, તથા મુન્નાભાઈ નારાયણભાઈ રહે. બધાં જુના ઘાટીલા ગામ તા. જી. માળિયા (મી) વાળા વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૮-૦૪-૨૦૨૩ ના રોજ ફરીયાદીના કુટુંબીક ભાઈનો છોકરો આરોપી અંરવિદભાઈનો છોકરો જે દુકાને બેસતો હોય જે દુકાને ગુલ્ફી લેવા જતા જેઓએ ઓગળી ગયેલ ગુલ્ફી આપતા ફરીયાદીના કુટુંબીક દાદા ચંદુભાઈ ગાંડુભાઈ જે બાબતે કહેવા જતા આરોપી અરવિંદભાઈ નારાયણભાઈ તથા ઓધવજીભાઈ નારાયણભાઈ તથા મુનાભાઈ નારાયણભાઈ એમ આવી ફરીયાદી તથા સાહેદ નાઓ સાથે ગાળો બોલી બોલાચાલી ઝગડો કરવા લાગતા જેથી ફરીયાદી તથા સાહેદોએ ગાળો બોલવાની ના પાડતા આ કામના આરોપી અંરવિદભાઈ ઉશ્કેરાઈ જઈ ફરીયાદીને કેડના ભાગે તથા ડાબા હાથના કાંડાના ભાગે લોખંડની પાઈપ મારી કેડના ભાગે મુંઢ તથા ડાબા હાથના કાંડાના ભાગે ફેક્ચર જેવી ઈજા કરતા સાહેદ છનાભાઈ છોડાવવા વચ્ચે પડતા આરોપી ઓધવજીભાઈ સાહેદને લોખંડના પાઈપ વડે જમણા પગના ભાગે ઢીંચણથી નીચે મુંઢ ઈજા પહોંચાડેલ તેમજ આરોપી મુનાભાઈ ફરીયાદી તથા સાહેદ નાઓને ઢીંકા પાટુનો માર માર્યો હતો. આ બનાવ અંગે ભોગ બનનાર અનીલભાઈએ આરોપીઓ વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img