મોચી સમાજ દ્વારા સંત શ્રી લાલાબાપાની ૮૨મી પુણ્યતિથિ નિમિત્તે શોભાયાત્રા યોજાશે

મોરબી લાલાબાપા ની શોભાયાત્રા નુ વાજતે ગાજતે લાઈવ વીડિયો રેકોર્ડિંગ,લાઈવન્યુઝ, ડીજે,રથ,પ્રસાદ,ફુલ,ફટાકડા,શરબત,શણગાર સાથે સમસ્ત મોરબી મોચી સમાજ ના સહયોગ થી આયોજન કરેલ છે તો સર્વે મોચી સમાજ ને આ શોભાયાત્રામાં પોતાના ધંધા રોજગાર બે કલાક બંધ રાખી જોડાવા માટે નમ્ર અપીલ છે તદઉપરાંત આયોજકો એ વધુમાં જણાવ્યું હતું કે આપ સૌના સહયોગ થી શોભાયાત્રા ખુબજ સફળ અને વિશાળ થાય અને બીજા બહારગામ પણ આવેલ જોશે શ્રી લાલાબાપાની શોભાયાત્રા નું જાજરમાન આયોજન થાય છે તો સમસ્ત મોચી સમાજ વતી આહવાન કરીએ છીએ તો આપ સર્વે આપના પરિવાર અને અચૂક અવશ્ય પધારજો જેનો સમય સ્થળ નીચે મુજબ રહેશે

સમય સવારે ૯ કલાકે

12-04-2023 બુધવાર

સ્થળ – મોચી મંદિર,મોચી શેરી,મોરબી

શોભાયાત્રા નો રૂટ

મોચી મંદિર થી વાજતે ગાજતે રાસ ગરબા સાથેનીકળી,કુબેરનાથ મહાદેવ વાળા રસ્તે થઈને,ગ્રીન ચોક ત્યાંથી સીધું નહેરુ ગેટ ત્યા 30 મિનિટ રોકાણ સાથે શ્રી લાલાબાપા રથ નુ નહેરુ ગેટ ચોક માં સુશોભીત મંડપ સાથે ફટાકડા અને ફુલ વડે ભવ્ય સ્વાગત પોઈન્ટ તેમજ રાસ ગરબા તથા ઠંડાપીણા નું આયોજન છે,તદઉપરાંત વાજતે ગાજતે જ્યા પ્રસાદ રાખેલ છે ત્યાં વાડી એ શ્રી લાલાબાપા ની શોભાયાત્રા પૂર્ણ થશે

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img