આગામી ૧૦ મે ના રોજ દક્ષિણનું રાજ્ય કર્ણાટક વિધાનસભાની સામાન્ય ચૂંટણી યોજવા જઈ રહી છે. ભારતીય જનતા પાર્ટીની વિશિષ્ટ એવી ચૂંટણી વ્યૂહ રચનાના ભાગરૂપે અનુભવી રણનીતિકાર અનેક ચૂંટણી પેટા ચૂંટણીઓમાં આગવી શૈલીથી કામ કરનાર મોરબી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા પ્રચાર અર્થે કર્ણાટક પહોંચી ગયા છે.
કર્ણાટકનું માન્ચેસ્ટર ગણાતા અને રાજ્યના મુખ્ય શહેરો પૈકીનું એક એવા દાવણગેરે નોર્થ બેઠક પર ઇન્ચાર્જ તરીકે જવાબદારી તેઓ સંભાળશે. વિમાન માર્ગે બેંગલુરુ થઈ દાવણગેરે પ્રચાર કાર્યાલયની મુલાકાત લઈ માઇક્રો પ્લાનિંગ સાથે તેઓ કામે લાગી ગયા છે. આગામી અઠવાડિયે તેઓ મોરબી માળિયા વિસ્તારના અન્ય આગેવાનો કાર્યકર્તાઓ પણ ચૂંટણી કાર્યમાં જોડાશે. જે વિદિત થાય.
મોરબી રણછોડનગર મેઇનરોડ જલારામપાર્ક તથા અમૃતપાર્કની વચ્ચે રોડ ઉપરથી મારૂતી ઇકો ગાડીમાંથી ઇંગ્લીશદારૂની કુલ બોટલો નંગ-૮૫૨ કિ.રૂ. ૫,૮૮,૦૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ. ૧૦,૦૮,૦૦૦/- નો મુદામાલ મોરબી લોકલ ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો હતો જ્યારે આરોપી સ્થળ પરથી નાસી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.
મોરબી એલસીબી...
આ કેમ્પમાં 103 લોકોએ રક્તદાન કરી માનવતાની મહેક પ્રસરાવી
શ્રી ચિત્રા હનુમાનજી ધુન મંડળ શનાળા રોડ મોરબી અને ઉમા ટાઉનશિપ પરિવાર મોરબી-૨ ના સંયુક્ત ઉપક્રમે માનવ સેવા એજ પ્રભુ સેવાના સૂત્રને સાર્થક કરવા યુનિક સ્કૂલ મોરબી-૨ ખાતે ૧૩ માં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ.
જેમાં સંસ્કાર ધામ બ્લડ બેંકના સેવાભાવી...
મોરબી શહેર પેટા -૦૨ વિભાગ હેઠળ આવતા વિસ્તારમાં તારીખ ૧૯/૧૧/૨૦૨૫ બુધવારના સમય ૦૭:૦૦ થી ૧૫:૦૦ સુધી વિજપુરવઠો મેઇન્ટનન્સ ની કામગીરી માટે બંધ રાખવામાં આવશે. જેમાં એમ હોસ્પિટલ ફીડર : લાલબાગ, વૃંદાવન પાર્ક, નટવર પાર્ક, આશપાર્ક, સિદ્ધાર્થ સોસા, મહારાણા સોસા, લક્ષ્મી નારાયણન સોસાયટી.
તેમજ મોરબી ઔધોગિક પેટા વિભાગ હેઠળ આવતા વિસ્તારમાં...