મોરબી નજીક આવેલ રવાપરા ગ્રામપંચાયત એટલે વિવાદનું મોટું ઘર આ પંચાયત માં સરપંચ બનવું એટલે ધારાસભ્ય બરાબર કારણકે આ જિલ્લામાં એકજ આ પંચાયત છે જ્યાં મોટા ભ્રસ્ટાચાર થાય છે અવાર નવાર જિલ્લા કલેકટર ને રજૂઆત કરવા છતાં રાજકારણીઓ કોઈને જવાબ દેવામાં સમજતા નથી કારણ કે આ ભ્રસ્ટાચારમાં સભ્યો થી લઈને કલેકટર સુધી હપ્તા પોહચી રહ્યા હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.
મોરબી શહેરમાં હરણફાળ વિકાસ થઇ રહ્યો છે આસપાસ રાજ્યના લોકો અહીં રોજગારી મેળવવા માટે આવી રહ્યા છે ત્યારે બાંધકામ પણ દિન પ્રતીદીન વધી રહ્યા છે 2001માં ભૂકંપ આવ્યા બાદ સરકાર દ્વારા એક પરિપત્ર જાહેર કરાયેલ હતો જેમાં ગ્રામપંચાયતને 3 માળથી વધુની મંજૂરી આપવી નહિ તેમ છતાં રવાપર ગ્રામપંચાયત દ્વારા 10 માળ સુધીની મંજૂરી એ પણ કોઈપણ સુવિધા વગર અપાઈ રહી છે જેમાં મસમોટા રૂપિયા બિલ્ડર તરફથી પંચાયત ને આપવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળેલ છે ત્યારે આ નાણાકીય વહીવટને લઈને સરપંચ ઉપસરપંચ તેમજ સભ્યો આંતરિક રીતે ભાગબટાઇમાં નારાજ હોવાનું ગ્રામજનો કહી રહ્યા છે ત્યારે આ તમામ વિવાદ વચ્ચે ગ્રામપંચાયતના ઉપસરપંચ એ રાજીનામુ આપતા પંચાયતમાં હોબાળો મચી ગયો છે કારણકે મહિલા ઉપસરપંચ દ્વારા ઘરકામ અને સામાજિક કાર્યના કારણે રાજીનામુ આપ્યું હોવાનું જાણવા મળેલ છે જે બાબતે સરપંચ નીતિન ભટાસણા ને કોલ કરતા તેને કોલ માં જવાબ દેવાનું યોગ્ય સમજ્યું નહિ અને કોલ રિસીવ કરવાનું પણ ટાળ્યું હતું તેમજ મંજૂરી આપવામાં આવી છે કે નહિ તેવું બે દિવસ પહેલા પૂછવામાં આવ્યું હતું ત્યારે પણ જવાબ સંતોષકારક ન આપી શક્યા હતા. હાલતો રવાપર ગ્રામપંચાયત ના મહિલા ઉપસરપંચ ના રાજીનામાં પાછળ ભાગબટાઈ ની ચર્ચા એ જોર પકડ્યું છે. જો આ ચર્ચા ખોટી હોય તો જિલ્લા કલેકટરે યોગ્ય તપાસ કરીને બાંધકામની મંજૂરી અટકાવી જોઈએ અને ગેરકાયદેસર બાંધકામની મંજૂરી આપવા બદલ તમામ જવાબદારને કાયદાનું ભાન કરાવું જોઈએ
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...