હળવદ : હળવદ તાલુકાના ભલગામડા ગામે બાઇક સાઇડમા લેવા જેવી નજીવી બાબતે બે પરિવારો વચ્ચે બઘડાટી બોલી જતા આ મારામારીની ઘટનામાં બન્ને પક્ષે ચાર-ચાર લોકો ઘાયલ થતા ઇજાગ્રસ્તોને મોરબી અને સુરેન્દ્રનગર ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યા છે. હાલ હળવદ પોલીસ બનાવ સ્થળે દોડી ગઈ હોવાનું જાણવા મળે છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના ભલગામડા ગામે બાઇક સાઇડમા લેવા જેવી નજીવી બાબતે ખાંભડીયા અને દેત્રોજા પરીવાર વચ્ચે બોલાચાલી થયા બાદ થોડીવારમાં ઝઘડાએ ઉગ્ર રૂપ ધારણ કરતા બન્ને પક્ષે અથડામણ થઈ હતી. આ મારામારીની ઘટનામાં કુલ 8 લોકો ઇજાગ્રસ્ત થતા સારવાર માટે મોરબી તેમજ સુરેન્દ્રનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
વધુમાં બનાવની જાણ થતા જ હળવદ પોલીસ ઇન્સ્પેકટર સહિતનો પોલીસ કાફલો ભલગામડા ગામે દોડી ગયો હતો. મારામારીની આ ઘટનામાં જશુબેન પ્રભુભાઇ દેત્રોજા, વિજયભાઇ રમેશભાઇ દેત્રોજા, પ્રભુભાઇ સુરાભાઇ દેત્રોજા, હરેશભાઇ પ્રભુભાઇ દેત્રોજા, ભુપતભાઇ અળખાભાઇ ખાંભડીયા, વિનોદભાઇ, અળખાભાઇ ખાંભડીયા, રણજીતભાઇ પ્રવિણભાઇ ખાંભડીયા અને પ્રવિણભાઇ અરજણભાઇ ખાંભડીયાને ઇજા પહોંચી હોવાનું જાણવા મળે છે.હાલમાં હળવદ પોલીસે ભલગામડા ગામે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હોવાનું જાણવા મળે છે.
મોરબી: સમગ્ર ગુજરાત રાજ્યની સાથોસાથ મોરબી જિલ્લામાં મતદારયાદી સુધારણાની ઝુંબેશ ચાલી રહી છે,જે તે મતદાન બુથના બુથ લેવલ ઓફિસર BLO એ અઢાર અઢાર કલાક પ્રયત્નો કરીને ડોર ટુ ડોર ઘરે ઘરે મતદાર પત્રક પહોંચાડેલ છે,એ પત્રકમાં દરેક મતદારોએ તાજેતરનો ફોટો લગાવી,જરૂરી વિગતો ભરવી જેમ કે જે મતદારનું નામ વર્ષ:-...
દરરોજ રાત્રે ગામના જાગૃત યુવાનો પ્રાથમિક શાળાએ એકઠા થઈને મતદારોના ફોર્મ ભરવા સહિતની કામગીરી કરશે
ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલ મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (Special Intensive Revision – SIR) હેઠળ તા. 04/11/2025 થી તા. 04/12/2025 દરમિયાન ગણતરી ફોર્મ ભરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી સરકારી...
કનૈયાલાલ વિરુદ્ધ મોરબીમાં ગાંધીનગર ખેતીની કિંમતી જમીન ની છેતરપિંડી થી દસ્તાવેજ કરી લેવાની ફરિયાદ નામદાર કોર્ટ દ્વારા ફરીયાદ દાખલ કરવાનો આદેશ કરેલ હતો જે ફરિયાદ માં આજ દિન સુધી એક પણ આરોપીની ધરપકડ થઈ નહોતી
ફરિયાદી દ્વારા કનૈયાલાલ દેત્રોજા અને તેનો દીકરો વિશ્વાસ વડોદરા ખાતે આવેલ ઇન્ડિયન સુગર સ્પાઇસ હોટલ...