મોરબી: રવાપરા ગ્રામપંચાયત ને આજે નવા ઉપ સરપંચ મળી શકે તેવી શકયતા !

મોરબી નજીક આવેલ રવાપરા ગ્રામપંચાયત ને નવા ઉપ સરપંચ આજે મળે તેવી પુરી શકયતા સેવાઇ રહી છે

અગાઉ થોડા દિવસ પહેલા અંગત કારણોસર મહીલા ઉપ સરપંચે રાજીનામુ આપેલ હતું ત્યારે ભારે ખેંચતાણ બાદ આજ નવા ઉપ સરપંચ ની વરણી થશે જેના પર ગ્રામજનોની નજર રહેશે અત્રે ઉલ્લેખનીય છે કે આ ગ્રામપંચાયત માટે ઘણા સભ્યો દ્વારા ઉપ સરપંચ બનવા એડી ચોટીનું જોર લગાવવામાં આવ્યું હતું ત્યારે હવે ઉપ સરપંચ કોણ બનશે તે જોવું રહ્યું

અને નવા ઉપ સરપંચની વરણી બાદ શું રવાપરા ગ્રામ પંચાયતમાં વિવાદ નો અંત આવશે કે ફરી કોઈ વિવાદ જન્મ લેશે તે પણ એક ચર્ચાનો વિષય બની ગયો છે

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img