મોરબીના ઉંચી માંડલ ગામે પ્લોટ પચાવી પાડનાર બે ભાઈ વિરુદ્ધ લેન્ડ ગ્રેબીંગ હેઠળ ફરીયાદ
મોરબી: મોરબી તાલુકાના ઉંચી માંડેલ ગામે બે ભાઈઓ યુવકના પ્લોટમાં જમીન પચાવી પાડવાના આશયથી ગેરકાયદેસર કબ્જો કર્યો હોવાની ભોગ બનનાર યુવકે આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ઉંચી માંડેલ ગામે રહેતા ભાવેશભાઇ કાળુભાઇ ચાવડા (ઉ.વ.૩૭) એ આરોપી ઉકાભાઇ રામજીભાઇ બોડાણા તથા મનસુખભાઇ રામજીભાઇ બોડાણા રહે. બંને ઉંચી માંડેલ ગામ તા. જી. મોરબી વાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. આજથી આશરે છ-એક મહીના પહેલા થી આજદીન સુધી ફરીયાદીને ઉંચી માંડેલ ગામ તળમા આવાસ બાંધકામ માટે મળેલ ઘરથાળ પ્લોટ નંબર -૨૫ ક્ષેત્રફળ ૧૦૦ તો. વાર પ્લોટમાં, આરોપીઓએ જમીન પચાવી પાડવાના આશયથી અનઅધિકૃત રીતે ગેરકાયદેસર કબ્જો કર્યો હોવાની ભોગ બનનાર ભાવેશભાઈ એ આરોપી બે ભાઈઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) કાયદો ૨૦૨૦ ની કલમ ૪(૧) (૩), ૫(ગ) મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.