મોરબી:વાંકાનેરમાં શિક્ષણ કૌભાંડ બાદ શિક્ષણાધિકારી રજા પર ઉતરી જતા અનેક તર્ક વિતર્ક
વાંકાનેર માં છેલ્લા ઘણા સમય થી લાખોની રકમ ઉચાપત કરવાના મુદ્દે શિક્ષણ જગત ગરમ થયું છે ત્યારે તાજેતર માં D.D.Oના નિવેદન બાદ શિક્ષણાધિકારી રજા પર ઉતરી જતા મામલો વધુ ગરમાયો છે
વાંકાનેર તાલુકામાં શિક્ષણ વિભાગનું ૮૦ લાખની રકમનું કોભાંડ પ્રકાશમાં આવ્યું હતું અને સમગ્ર મામલો ગાંધીનગર કમિશ્નર પ્રાથમિક શિક્ષણ વિભાગ સુધી પહોંચ્યો હોય અને પ્રવાસી શિક્ષકોની ગ્રાન્ટ સહિતના મુદે ફોજદારી ફરિયાદ કરવાના આદેશ આપવામાં આવ્યા હોવાનું સુત્રોએ જણાવ્યું હતું અને ગાંધીનગરથી સૂચનાઓ મળતા જીલ્લા વિકાસ અધિકારીના વડપણ હેઠળ કમિટી બનાવવામાં આવી છે જે સમગ્ર બાબતની તપાસ કરી રહી છે જે કમિટીએ મંગળવારે પ્રકરણ સાથે સંડોવાયેલા ૧૩ લોકોના નિવેદન નોંધાવવા માટે બોલાવ્યા હતા
જે નિવેદન નોધાવ્યા બાદ તત્કાલીન તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દિનેશ ગરચર રજા પર ઉતરી ગયાની માહિતી મળી રહી છે જે બાબતને મોરબી જીલ્લા શિક્ષણાધિકારી અંબારીયાએ પણ સમર્થન આપ્યું હતું અને દિનેશભાઈ ગરચર ૧૫ દિવસની રજા પર ઉતરી ગયા હોવાનો સ્વીકાર કર્યો હતો જોકે ૧૫ દિવસની રજા ક્યાં કારણોસર રાખવામાં આવી તે કારણ દર્શાવ્યું નથી તો ગઈકાલે નિવેદન માટે હાજર થયા બાદ ઓચિંતી ૧૫ દિવસની રજા પર ઉતરી જતા તરેહ તરેહની ચર્ચાઓ પણ જોવા મળી રહી છે