Tuesday, May 20, 2025

મોરબી: કાયદો વ્યવસ્થા જાળવવા માટે પોલીસનું ડે- નાઈટ ઓપરેશન

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

શહેરમાં કાયદો વ્યવસ્થા, જાહેર સુલેહ શાંતિ અર્થે મોરબી જિલ્લા પોલીસનું ડ્રોન કેમેરા સાથે ડે-નાઇટ કોમ્બીંગ સર્ચ ઓપરેશન કર્યું હતું જેમાં અલગ અલગ પોલીસ મથકમાં ગુનાહ નોંધાયા હતા

શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે તેમજ જાહેર સુલેહ શાંતિ જળવાઇ રહે તે એસ.પી રાહુલ ત્રિપાઠી ની સુચના મુજબ સહ કર્મચારીઓ સાથે સર્ચ ઓપરેશન કોમ્બિગ હાથ ધરાયુ હતું જેમાં ગત 9 ના રોજ પી.એસ.ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લા પોલીસના ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી મોરબી એમ પી પંડયા પોલીસ ઇન્સ. એસ.ઓ.જી.વી એમ લગારીયા પોલીસ ઇન્સ ટ્રાફીક શાખા,તેમજ એલ એ વસાવા, કે.જે.માથકીયા તથા પી.એ.દેકાવાડીયા, એચ.એ.જાડેજા,પોલીસ ઇન્સ મોરબી શહેર દ્વારા મોરબી સિટી એ – બી ડિવી પોલીસ સ્ટેશનના અસરગ્રસ્ત વિસ્તારમાં રહેતા શરીર સબંધી ગુના આચરનાર ઇસમો, તથા મિલ્કત સબંધી ગુનેગાર (MCR), હિસ્ટ્રીશીટર (HS), પ્રોડી બુટલેગર, જાણીતા જુગારી ચેક કરવા તથા ટ્રાફીક ડ્રાઇવ વાહન ચેકીંગની કામગીરી કરવા મોરબી પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી અસરગ્રસ્ત એરીયામાં ડ્રોન કેમેરાથી ચાપતી નજર રાખી ડે-નાઇટ કોમ્બીંગ / ફૂટ પેટ્રોલીંગ કરી જિલ્લામાં જાહેર સુલેહ શાંતિ જળવાઇ રહે તથા ટ્રાફીક સમસ્યા નિવારવા પ્રયત્નો હાથ ધરેલ હતા

મોરબી જિલ્લા પોલીસ દ્વારા આગામી દિવસોમાં આ પ્રકારની બીજી વધુ મહત્વની કાર્યવાહી કરી મોરબી ખાતે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી વધુ સુદ્દઢ બનાવવા તથા ટ્રાફીક સમસ્યાનું નિરાકરણ કરવા પ્રયત્નો કરવામાં આવશે.

સમગ્ર કોમ્બીંગ દરમ્યાન મોરબી જિલ્લા પોલીસ દ્વારા કરેલ કામગીરી નીચે મુજબ કરી હતી

– પ્રોહી ધારા તળે કૈસ -૦૯

– MVANC કેસ-૨૭૭

– MVA-૨૦૭ મુજબ વાહન ડીટેઇન -૩૪

– સમાધાન શુલ્ક દંડ રૂ. ૧,૦૪,૪૦૦/-

– MCR વાળા ઇસમો ચેક-૩૩૪

– હિસ્ટ્રીશીટર ચેક-૨૧

– પ્રોહીબુટલેગર ચેક-૫૦

– જાણીતા જુગારી ચેક-૦૬

– શરીર સબંધી ગુનેગાર ઇસમો ચેક-૩૩૭

– બી રોલ ફોર્મ ભર્યા-૪૮

– GPA કલમ-૧૩૫ કેસ -૦૧

– MA કલમ -૧૮૫ કેસ-૦૧ – CRPC કલમ -૧૦૯ કેસ-૦૮

આ ડે-નાઇટ કોમ્બીંગ સર્ચ ઓપરેશનને સફળ બનાવા સારૂ મોરબી એલ.સી.બી./ જિલ્લા ટ્રાફીક એસ.ઓ.જી.મોરબી સિટી એ- બી ડિવી પો.સ્ટે. તથા મોરબી જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના અધિકારી તથા કર્મચારીઓ જોડાયા હતા

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર