મોરબી નગર દરવાજા ચોકમાં એસઓજીએ દરોડો પાડી એક દુકાનમાંથી ૧૦ જેટલી પ્રતિબંધિત ઇ સિગારેટ ઝડપી આગળ ની તજવીજ હાથ ધરી
એસઓજીએ બાતમીના આધારે નગર દરવાજા ચોકમાં આવેલ સંગીતા સ્ટોર નામની પર્ફ્યુમની દુકાનમાં દરોડો પાડતા તેમાંથી ૧૦ ઇ સિગારેટ કિંમત રૂ. ૧૧,૪૦૦ મળી આવતા દુકાન સંચાલક રીઝવાન તોફીકભાઇ મેધાણી ઉ.વ.૨૫ વાળાની ધરપકડ કરી એ ડિવિઝન પોલીસમાં ગુનો નોંધાવી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે.
