મોરબી:ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર દ્રારા સ્ટેમ ક્વિઝ નું આયોજન કરવામાં આવ્યું
મોરબી જીલ્લા માં 12500 થી વધુ ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ યે ભાગ લીધેલો હતો જેમાં મોરબી જીલ્લા ના તાલુકા મથક મા 10 વિદ્યાર્થી ઓની પસંદગી થઈ હતી જેઓ અમદાવાદ સાયન્સ સિટી ખાતે સ્ટેમ ક્વિઝ રમવા ગયેલા હતા જેબદલ ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર દ્વારા વિદ્યાર્થી ને સેમસંગ ટેબ્લેટ , ટેલિસ્કોપ , ડ્રોન , એડવાન્સ ટેકનોલોજી કિટ્સ આપેલી હતી
જેનું મોરબી ખાતે ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર દ્રારા સંચાલિત “આર્ય ભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારા મોરબી જીલ્લા કલેકટર જી.ટી પંડ્યા તેમજ જીલ્લા શિક્ષણ અધિકારી રાણીપા વિજ્ઞાન કેન્દ્ર ના સંચાલક એલ એમ ભટ્ટ સાહેબ વિજ્ઞાન કેન્દ્ર ના જીલ્લા કો ઓર્ડીનેટર દિપેન ભટ્ટ તેમજ ધી વી સી ટેક હાઈ સ્કુલ પ્રિન્સીપાલ પડસુંબિયા ની અધ્યક્ષ તામાં વિતરણ કરવામાં આવ્યું હતું
વધુમાં મોરબી જીલ્લા માંથી હર એક તાલુકામાં થી 4 વિદ્યાર્થી ફરી રાજ્ય કક્ષાએ આવનારા સમય મા સ્ટેમ ક્વિઝ રમવા જશે તે બદલ મોરબી જીલ્લા કલેકટર જી.ટી.પંડ્યા અને જીલ્લા શિક્ષણ અધિકારી રાણીપા સાહેબ દ્વારા વિદ્યાર્થી ને શુભેચ્છા પાઠવી હતી