વિપક્ષ વગરની ભાજપ શાસિત મોરબી નગરપાલિકામાં ગેરરીતિ થયાના ભાજપના જ ધારાસભ્યના આરોપો !
આજથી પાંચ વર્ષ પહેલા પાલિકા પાસે 28 કરોડનું ભંડોળ હતું તેમજ ફિક્સ ડિપોઝિટ હતી તે અણધડ વહીવટ ના કારણે તળિયા ઝાટક થઈ ગઈ-કાંતિભાઈ અમૃતિયા
ઝુલતા પુલની ગોઝારી દુર્ઘટના બાદ મોરબી નગરપાલિકા સુપર સીડ થતા પાલીકા પ્રમુખ સહિત તમામ સુધરાઈ સભ્યો ઘર ભેગા થયા છે પરંતુ ત્યાં સુધીમાં મોરબી પાલિકાને તળીયા ઝાટક કરી દેતા હાલ પાલિકા હસ્તકના કોન્ટ્રાક્ટ અને સુવિધા માટે એક રાતી પાઈ પણ બચી નથી હવે પાલિકા સંચાલન વહીવટદારના હાથમાં આવતા હાલના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને વહીવટદાર અધિકારીઓએ પાલિકા પાસેનું ભંડોળ અને ફિક્સ ડિપોઝિટ તળીયા ઝાટક થઈ ગઈ હોવાનો ખુલ્લેઆમ એકરાર કર્યો છે
આમ મોરબીના લોકોએ ભાજપ ને જ નગરપાલિકાની તમામ બાવન બેઠકો આપી હતી તેઓએ જ અણધડ વહીવટ કરી પ્રજાની સુવિધાને દુવિધામાં ફેરવી નાખી હોવાનું ખુદ ભાજપનાજ ધારાસભ્યએ એકરાર કર્યો હોવાનું ફલિત થાય છે ચડત બિલોનું વર્ગીકરણ કરી ખોટા બીલો નહીં આપવાનું ધારાસભ્ય એ કહેતા એ પણ સ્પષ્ટ થાય છે કે સુપરસીડ પહેલાની ભાજપની બોડી એ દલ્લા તરવાડી વાળી કરી હતી કે કેમ? જોકે પાલીકાની જે હાલત થઈ છે તેનો ભોગ તો પ્રજાએ જ ભોગવવો પડી રહ્યો છે
મોરબી નગરપાલિકાની એક ઓફિસમાં પાલિકાના વહીવટદાર પરમાર તથા ઇન્ચાર્જ ઝાલાની સાથે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ પાલિકાની હાલની સ્થિતિથી વાકેફ કરતા પાલિકાની કફોડી સ્થિતિ હોવાનું સામે આવ્યું છે આજથી પાંચ વર્ષ પહેલા પાલિકા પાસે 28 કરોડનું ભંડોળ હતું તેમજ ફિક્સ ડિપોઝિટ હતી તે અણધડ વહીવટ ના કારણે તળિયા ઝાટક થઈ ગયા હોવાનું ધારાસભ્યએ સ્વિકાર કર્યો છે તેમજ કોન્ટ્રાક્ટરો સહિતના કરોડોના બીલો ચડત થઈ ગયા હોવાનું સામે આવતા ભાજપની નગરપાલિકાએ કેવો વહીવટ કર્યો હશે તે પ્રજાની સામે આવી ગયું છે.
વિકાસની રાજનીતિ કરતી ભાજપને મોરબીના લોકોએ ખોબલે ખોબલે મત આપી તમામ નગરપાલિકામાં 52 સીટો આપી દીધી હતી અને એ જ ભાજપની બોડીએ વિકાસ કરવાના બદલે રકાશ કરી પ્રજાને હાલાકી ની સ્થિતિમાં મૂકી દીધી છે હાલ પાલિકાનાં પાપે મોરબીશહેર ને સમસ્યાઓ એ અજગર ભરડો લીધો છે ગાર્બેજ કોન્ટ્રાક્ટ, લાઈટ બિલ, સહિતના કરોડોના બિલ ચડત થતાં હવે પ્રજાના ટેક્સ પર અવલંબિત પાલિકા થઈ ગઈ છે ત્યારે ધારાસભ્ય નેં બ્રહ્મજ્ઞાન લાધ્યુ હોય તેમ ગાર્બેજ માટે પાલિકાના જ વાહનોનો ઉપયોગ કરવાનું તેમ જ સીટી બસ માટે કોન્ટ્રાક્ટર પર નિર્ભર નહીં રહેતા પાલીકાજ બસોને મરમત કરાવી પૈસા બચાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ધારાસભ્ય કહ્યું છે સાથે સાથે લોકોને અપીલ કરી છે કે ટેક્સના પૈસા ચૂકવે જેથી પાલિકાની સ્થિતિ ફરીથી ટ્રેક પર લાવી શકાય ટૂંકમાં કહીએ તો વિરોધપક્ષ વગરની ભાજપ શાસિત મોરબી નગરપાલિકા પર અનેકો વખત કટકી કૌભાંડનાં આક્ષેપો પણ થતાં રહ્યાં છે અત્યાર સુધી શહેરીજનોને સુવિધા આપવાના બદલે ભાજપ શાસિત પાલીકાએ દુવિધા ભેટ આપી હોય તેવો ઘાટ સર્જાયો છે