માળીયાના માતમ ચોકમાં જાહેરમાં જુગાર રમતા પાંચ ઝડપાયા
માળીયા (મી): માળિયા (મી)ના માતમ ચોકમાં જાહેરમાં ખુલ્લી જગ્યામાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમોને માળિયા (મી) પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ માળિયા (મી)ના માતમ ચોકમાં જાહેરમાં ખુલ્લી જગ્યામાં તીનપત્તીનો જુગાર રમતા આરોપીઓ સિકંદરભાઈ રસુલભાઈ કટીયા, ફતેમામદ તાજમામદ જામ, સરફરાજ હારુનભાઇ કટીયા, સુભાનભાઈ મહમદભાઈ ખોડ, નિજામભાઈ ઈકબાલભાઈ ખોડ રહે. બધા માળીયા મીં. વાળાને રોકડ રકમ રૂ.૧૭૪૦૦ નાં મુદામાલ સાથે માળિયા (મી) પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.