ટંકારાના બંગાવડી ગામે યુવતીનો ગળેફાંસો ખાઈ આપઘાત
ટંકારા: ટંકારા તાલુકાના બંગાવડી ગામે ગળેફાંસો ખાઈ જતાં યુવતીનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના બંગાવડી ગામે રહેતા પાયલબેન દિનેશભાઇ દેત્રોજા (ઉ.વ.૨૭) એ ગત તા.૧૪-૦૫-૨૦૨૩ ના રોજ કોઇપણ સમયે તેઓના ઘરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ જતાં પ્રથમ ટંકારા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયેલ અને ત્યાંથી વધુ સારવાર અર્થે મોરબી ખાનગી હોસ્પિટલ ખાતે લઈ જતા ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે ટંકારા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.