મોરબીમાં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો; આરોપી ફરાર

મોરબી: મોરબીના નવા ડેલા રોડ ઉપર રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબીના નવા ડેલા રોડ ઉપર રહેતા હિતેષ ઉર્ફે મોઢીયો ચંદ્રકાંતભાઈ ધોળકીયાએ ગેરકાયદેસર રીતે વેચાણ કરવાના ઈરાદાથી પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૨ કિં રૂ. ૪૫૦૦ નો મુદામાલ મોરબી સિટી એ ડિવીજન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી હિતેષ ઉર્ફે મોઢીયો ચંદ્રકાંતભાઈ ધોળકીયા રહે. મોરબી વાળો સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેના વિરૂદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img