મોરબી: એરીડોન પેપર મીલમાં પગ લપસી મસીનરીમા આવી જતા યુવકનુ મોત
મોરબી: મોરબી તાલુકાના હરીપર કેરાળા ગામના રોડ પર આવેલ એરીડોન પેપર મીલમાં કામ કરતા પગ લપસી મસીનરીમા આવી જતા યુવકનુ મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના હરીપર કેરાળા ગામના રોડ પર આવેલ એરીડોન પેપર મીલમાં રહેતા નારણભાઈ કૈલાશભાઈ ગામદ (ઉ.વ.૨૩) ગત તા. ૧૬-૦૫-૨૦૨૩ ના રોજ કોઇપણ વખતે એરીડોન પેપર મીલમાં કામ કરતો હતો ત્યારે કોઈ પણ કારણસર તેનો પગ લપસી જતાં પેપર મીલની મસીનરીમા આવી જતા નારણભાઈ કૈલાશભાઈ ગામદનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.