મોરબીના જાંબુડીયા ગામે સુતી વખતે સેટી પરથી નીચે પટકાતાં માસુમ બાળકીનુ મોત
મોરબી: મોરબી તાલુકાના જાંબુડીયા ગામની સીમમાં આવેલ વિન્ટેલ સિરામિક કારખાનાની ઓરડીમાં ટાઈલ્સ ગોઠવી સેટી બનાવી સેટી પરથી નીચે પટકાતાં માસુમ બાળકીનુ મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ કીરતીબેન કરણભાઈ રામ ઉ.વ. ૦૨ વાળી પોતાની ઓરડીમા મોટી ટાઇલ્સ ગોઠવીને સેટી જેવુ બનાવેલ હોય જેના ઉપર સુતી હતી ત્યારે તા. ૧૪/૦૫/૨૦૨૩ ના બપોરના આશરે ચારેક વાગ્યા વખતે અકસ્માતે સેટી ઉપરથી નીચે જમીન ઉપર પડી જતા તેને માથાના ભાગે હેમરેજ જેવી ઇજા થતા સારવાર દરમ્યાન તા. ૧૭/૦૫/૨૦૨૩ ના રોજ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.