મોરબીના નવાગામે (લખધીરનગર) યુવક પર ચાર શખ્સોનો છરી અને પાઈપ વડે હુમલો
મોરબી: મોરબી તાલુકાના નવાગામ (લખધીરનગર) ગામના ઝાંપા નજીક ખોડિયાર માતાજીનાં મંદિર પાસે રોડ ઉપર યુવક તથા આરોપીના રીક્ષાના કાચ તુટવા બાબતે ઝઘડો થયેલ હોય જે બાબતેનો ખાર રાખી ચાર શખ્સો અલગ અલગ ત્રણ રીક્ષા લઈ યુવકનો પીછો કરી નવાગામ ગામના ઝાંપ પાસે રોડ ઉપર ઉભો રાખી આરોપીઓ છરી અને પાઈપ વડે માર મારી ઈજા કરી તથા યુવકને છોડવવા વચ્ચે પડે બે મિત્ર સહિત યુવકની પત્નીને માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ભોગ બનનાર યુવકે ચારે આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ચારે આરોપીઓની અટકાયત કરી આગળ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના નવાગામ (લખધીરનગર) માં રહેતા અશોકભાઇ નાથાભાઈ ઝંઝવાડીયા (ઉ.વ.૩૦) એ આરોપી કરણભાઈ જેરામભાઈ સુરેલા રહે. લીલાપર રોડ, નિલકમલ સોસાયટી તા. મોરબી, આરીફ જાનમામદભાઈ સુમરા, ઈમરાન જાનમામદભાઈ સુમરા તથા મકસુદ મહેબુબભાઈ ફકીર વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૮-૦૫-૨૦૨૩ ના રોજ સાંજના છએક વાગ્યાના અરસામાં ફરીયાદીને આરોપી કરણભાઈ સાથે રીક્ષાના કાચ તુટવા બાબતે બોલાચાલી ઝઘડો થયેલ હોય જે બાબતનો ખાર રાખી ચારે આરોપી કરણભાઈ,આરીફ, ઈમરાન, મકસુદએ અલગ અલગ ત્રણ રીક્ષા લઇ ફરીયાદીની રીક્ષાનો પીછો કરી નવાગામ રોડ ઉપર ખોડીયાર માતાજીના મંદીર પાસે ફરીયાદીની રીક્ષા ઉભી રખાવી ફરીયાદીને નીચે ઉતારી ભુડાબોલી ગાળો આપતા ફરીયાદીએ ગાળો આપવાની ના પાડતા આરોપી કરણભાઈ એકદમ ઉશ્કેરાઇ જઇ ફરીયાદીને ડાબા હાથના કોણીના ભાગે લોખંડનો પાઇપ તથા માથામાં છરીનો એક ઘા મારી માથામા ઇજા કરી તથા ફરીયાદીને છોડાવવા માટે વચ્ચે પડેલ સાહેદ કિશનને આરોપી મકસુદએ માથાના ભાગે લાકડાનો ધોકો મારી માથામા ઇજા કરી તથા સાહેદ ભુપતભાઇને આરોપી આરીફે તથા ઈમરાનએ માથાના ભાગે લાકડાનો ધોકો મારી માથામાં ગંભીર ઇજા કરી બે-ભાન કરી તથા ફરીયાદીની પત્નિ સંગીતાબેનને આરોપી કરણભાઈએ શરીરે મુંઢ મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર અશોકભાઈએ ચારે આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ચારે આરોપીઓની અટકાયત કરી હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
