મોરબીના બેલા ગામેથી ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે એક ઝડપાયો
મોરબી: મોરબી તાલુકાના બેલા ગામની સીમ સ્પર્શ ઈન હોટલ, લોર્ડસ હોટલ નજીકથી ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના બેલા ગામની સીમ સ્પર્શ ઈન હોટલ, લોર્ડસ હોટલ નજીકથી આરોપી નિરજપ્રસાદ વિજયક્રિષ્ના ગેરૌયા (ઉ.વ.૨૯) રહે. હાલ સ્પર્સ હોટલ બેલા ગામની સીમ તા.જી. મોરબી વાળા ને ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૦૨ કિં રૂ. ૬૦૦ ના મુદ્દામાલ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.