મોરબી: મોરબીમાં રૂષભ સોસાયટીના ગેઈટ પાસે અભિપેલેસ બીલ્ડીંગ આરોપીના રહેણાંક મકાનમાં આઇપીએલની ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા નવ ઈસમોને મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે જ્યારે અન્ય બે શખ્સો સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબીમાં રૂષભ સોસાયટીના ગેઈટ પાસે અભિપેલેસ બીલ્ડીંગ આરોપી અજયભાઇ કરશનભાઇ બાકુના રહેણાંક ફ્લેટ મકાનમાં આરોપી અજયભાઇ તથા આરોપી જય લલિતભાઈ અધેરા તથા મિત જયેશભાઇ કાલરીયાએ મળી નવ ઈસમોને કામે રાખી મેળાપીપણુ કરી લેપટોપ, મોબાઇલ ફોનથી ટાટા આઇ.પી.એલ.માં ચાલતી ચેન્નઇ સુપર કિંગ્સ તથા દિલ્હિ કેપીટલ વચ્ચે ચાલતી ક્રિક્રેટ સીરીજ મેચમાં TIGER EXCHANGE.COM, GO EXCHANGE.COM, INDIA KHEL.COM, KING EXCHANGE.COM, VIP EXCHANGE.COM, નામના ડોમીનમાં આરોપીઓની I2RAJA13, INDIANVIP2 વાળી આઇ.ડી.માં જુદી જુદી રમતો ક્રિક્રેટ, હોકી, ફુટબોલ વિગેરેમાં આઇ.ડી.ઓ બનાવી તેમાં જુદાજુદા ગ્રાહકો સાથે તાજેતરમાં ચાલતી ટાટા આઇ.પી.એલ.માં ચાલતી ચેન્નઇ સુપર કિંગ્સ તથા દિલ્હિ કેપીટલ વચ્ચે ટી ટવેન્ટી ક્રિકેટ મેચ ઉપર ઓનલાઇન મોબાઇલ ફોનથી રન ફેરના તથા મેચની હારજીતનો જુગાર રમતા આરોપી અજયભાઇ કરશનભાઇ બાકુ, વિક્રમભાઇ નાનજીભાઇ જોષી, નિકુલભાઇ ભુરાભાઇ આશલ, મોન્ટુભાઈ અમૃતભાઈ જોશી, મુકેશભાઇ ભાવાભાઇ ચીભડીયા, હસમુખભાઇ શિવરામભાઇ આશલ, નવીનભાઇ ગંગારામભાઇ જોષી, અશોકભાઇ ભુરાભાઇ જોષી, પ્રવિણકુમાર રાણાભાઇ ગામોટ રહે. બધાં અભિપેલેસ એપાર્ટમેન્ટ બ્લોક નંબર ૨૦૧ રૂષભ સોસાયટી સોસાયટી ગેઇટ પાસે મોરબી વાળા પાસેથી ચાર લેપટોપ તથા મોબાઇલ ફોન નંગ -૧૭ તથા રોકડા રૂપિયા મળી કુલ કિં રૂ.૨,૬૦,૪૭૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે જ્યારે અન્ય બે ઈસમો જય લલિતભાઈ અધેરા રહે. મોરબી તથા મિત જયેશભાઇ કાલરીયા રહે. રાજકોટવાળા સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે તેમજ તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી: મોરબીમાં આજે બપોરે પીએમ એન્ટરપ્રાઈઝની ઓફિસમાંથી એક અજાણ્યા વ્યક્તિ ભૂલથી કારની ચાવી સાથે લઈ ગયેલ છે. તો આ વ્યક્તિને મો.નં. 97376 29276 ઉપર સંપર્ક કરવા રોનકભાઈ દેત્રોજા દ્વારા અપીલ કરવામાં આવી છે.
એલ.ઈ. કોલેજ, ઘુંટુ રોડ ખાતે સેમિનારમાં ઉપસ્થિત રહેવા આચાર્ય દ્વારા અનુરોધ કરાયો
એડમીશન કમીટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સિસ(ACPDC) અમદાવાદ દ્વારા નિયુક્ત નોડલ સંસ્થા, એલ.ઈ.કોલેજ (ડિપ્લોમા) મોરબી દ્વારા તા.૨૧/૦૫/૨૦૨૫ અને તારીખ ૨૬/૦૫/૨૫ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે એમ બે 'કારકીર્દી માર્ગદર્શન સેમિનાર'નું આયોજન મોરબી ITI કેમ્પસની બાજુમા, મહેન્દ્રનગર પાણીની ટાંકી સામે,...