Sunday, May 18, 2025

મોરબી: ATM આપવાનું રવાપરના સરપંચ ભૂલ્યા ? ચૂંટણી સમયે વચન આપેલ હતું

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: ગુજરાતમાં જ્યારે જયારે ચૂંટણી આવે ત્યારે મતદાતાને એનકેન રીતે લાલચ આપીને મત લઈને 5 વર્ષ સતા પર આવીને પોતાના ઘર ભરવામાં આ નેતા રાજકીય આગેવાનો પર પ્રજા ના આક્ષેપ હંમેશા રહ્યા છે.

મોરબી નજીક આવેલ રવાપર ગ્રામપંચાયત હંમેશા વિવાદમાં રહેલ છે સરપંચ અને સભ્યો વચ્ચે પૈસા ને લઈને કાયમ બબાલ થતી હોય છે પણ આ ગામમાં મોટા રાજકીય નેતાઓ અંગત રસ લઈને બધું સંભાળી લેતા હોય છે …પણ ચૂંટણી સમયે જે વચન આપીને મત લીધા હોય એ વચન પુરા કરવા ગામના સરપંચ ની ફરજ હોય છે.

રવાપર ગ્રામપંચાયત ની ચૂંટણી સમયે ભાજપ કૉંગ્રેસ દ્વારા પોતાના ઉમેદવાર ને સરપંચ બનાવવા તમામ પ્રયાસ કર્યા હતા જેમાં ભાજપ ના ઉમેદવારે સરપંચ નો તાજ પહેર્યો હતો પણ જે તે સમયે ચૂંટણી માં રોડ રસ્તા પાણી તેમજ ગામમાં atm મશીન અને ખાસ ભ્રષ્ટાચાર તમામ મુદા હતા …જેમાં એકપણ આજે એકપણ વચન નિભાવ્યું નથી…ખાસ રવાપર ગામ વસ્તી નો વધારો થતો જાય છે ત્યારે મોટા મોલ શોપિંગ દુકાનો અહીં છે ત્યારે ખાસ A.T.M.મશીન ની જરૂર છે રવાપર ગ્રામપંચાયત ની હદમાં ATM મશીન મળશે તેવું સરપંચ નીતિન ભટ્ટાસણા એ જણાવ્યું હતું અને કહ્યું હતું કે હું સરપંચ બનીશ તો 2 મહિનામાં atm ગામમાં લઈ આવીશ તેવા પેમ્પ્લેટ પણ છપાવી ને મત મેળવ્યા હતા પણ હજુ ગ્રામજનો ને atm જોવા મળ્યું નથી ત્યારે ગ્રામજનો ને હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે અને બસસ્ટેન્ડ નજીક atm રૂપિયા ઉપાડવા જવું પડે છે ત્યારે તાત્કાલિક atm મશીન ની સુવિધા સરપંચ કરે તેવી ગ્રામજનો ની માંગણી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર