મોરબી: રીઢો બાઇક ચોર પોલીસના હાથે ઝડપાઇ ગયો !
લોક ન માર્યા હોય તેવા બાઇક ની કરતો ચોરી
મોરબી છેલ્લા ઘણા સમય થી બાઇક ચોરીની ફરિયાદ પોલીસ મથકમાં વધુ નોંધાઇ રહી છે ત્યારે બાઇક ચોરને ઝડપી પાડવા પોલીસે કમર કસી હતી.
મળતી માહિતી મુજબ એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગ માં હતી તે દરમિયાન ટંકારા તાલુકાના ઓટાળા ગામનો સાગર ભરવાડ બાઇક લઈને પસાર થતા પોલીસને શંકા જતા પૂછપરછ દરમિયાન બાઇક ના કાગળ આધાર પુરાવા ન મળતા પોલીસ મથક લઈ જઈને કડક પૂછપરછ દરમિયાન લોક ન માર્યું હોય તેવા અગાઉ પણ બાઇક ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી જે બાઇક ચોરીની ફરિયાદ જિલ્લાના અલગ અલગ પોલીસ મથકમાં નોંધાઇ હતી હાલમાં સાગર નામના શખ્સ ને બાઇક સહિત 20 હજાર ના મુદામાલ સાથે ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.