મોરબીના પીપળી ગામે ટ્રક ચલાવવા બાબત યુવકને બે શખ્સોએ માર માર્યો
મોરબી: મોરબી તાલુકાના પીપળી ગામની સીમમાં ઇન્ડિયન ઓઇલ પંપની સામે રોડ ઉપર ભાગીદારીનો ટ્રક ડમ્પર હોય જે ચલાવવા બાબત યુવકને બે શખ્સોએ બેફામ ગાળો આપી ઢીકાપાટુનો મુંઢમાર મારી જાનથી મારી નાંખવાની ધમકી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર યુવકે આરોપી બંને શખ્સો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના સામા કાંઠે આંબેડકરનગર કોલોની શેરી નં -૧મા રહેતા છગનભાઇ રઘુભાઈ પરમાર (ઉ.વ.૪૫) એ આરોપી સંજયભાઈ વિનુભાઈ રાઠોડ તથા વિનુભાઈ રાઠોડ રહે. બંને શિવપાર્ક વાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૧-૦૫-૨૦૨૩ ના રોજ સવારના સાડા આઠેક વાગ્યાના અરસામાં ફરીયાદીને આરોપી સંજયભાઇ વિનુભાઇ રાઠોડ સાથે ભાગીદારીનો ટ્રક ડમ્પર હોય જે ટ્રક ડમ્પર ચલાવવા બાબતે આરોપી ભાગીદારી સંજયભાઇ વિનુભાઇ રાઠોડ તથા તેના પિતા આરોપી વિનુભાઇ રાઠોડ વાળાએ ફરીયાદી સાથે બોલાચાલી કરી, ફરીયાદીને બેફામ ગાળો આપીને, આડેધડ ઢીકાપાટ્ટુનો માર મારી, ફરીયાદીને આરોપીઓએ ઠામ મારી નાખવાની ધમકી આપી હોવાની ભોગ બનનાર છગનભાઇએ બંને આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૨૩, ૫૦૪, ૫૦૬(૨),૧૧૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.