મોરબી તાલુકાની ઝીકિયાળી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતાં પ્રકાશભાઈ કુબાવત બાળ સાહિત્યકાર છે. તેમના બે પુસ્તક પ્રકાશિત થઈ ચૂક્યા છે. બંને પુસ્તકને પારિતોષિક મળેલ છે. પ્રથમ પુસ્તક ‘બાળપરીની વ્યથા ‘ ને બાળ સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળેલ છે જ્યારે બીજા પુસ્તક ‘પરીરાણીના દેશમાં’ને અંજુ-નરસી વિશિષ્ટ સન્માન-૨૦૨૩ ઘોષિત થયું.
ત્રીજા પુસ્તક ‘પંખીને પાંખો મળી’નું વિમોચન કાયવરણ ખાતે કરવામાં આવ્યું. વિમોચન પ્રવીણભાઈ ઠક્કર,યોગેશભાઈ ગઢવી,ગૌરવભાઈ ભટ્ટ, સતિષભાઈ વગેરેને હસ્તે સંપન્ન થયું. આ કાર્યક્રમમાં બીજા સાત પુસ્તકોનું પણ વિમોચન થયું.આ સ્નેહમિલનમાં એકાવન જેટલા કવિઓએ પોતાની કવિતાનું પઠન કર્યું.
એલ.ઈ. કોલેજ, ઘુંટુ રોડ ખાતે સેમિનારમાં ઉપસ્થિત રહેવા આચાર્ય દ્વારા અનુરોધ કરાયો
એડમીશન કમીટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સિસ(ACPDC) અમદાવાદ દ્વારા નિયુક્ત નોડલ સંસ્થા, એલ.ઈ.કોલેજ (ડિપ્લોમા) મોરબી દ્વારા તા.૨૧/૦૫/૨૦૨૫ અને તારીખ ૨૬/૦૫/૨૫ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે એમ બે 'કારકીર્દી માર્ગદર્શન સેમિનાર'નું આયોજન મોરબી ITI કેમ્પસની બાજુમા, મહેન્દ્રનગર પાણીની ટાંકી સામે,...