મોરબી: “વાઈન શોપ” ના નામે વિદેશી દારૂ વેચાઈ રહ્યો હોવાની ચર્ચા ?
મોરબીમાં વિદેશી દારૂ ના મોટા જથ્થા ઝડપી લે પોલીસ નાના મોટા બુટલેગર ને ઝડપી લે પોલીસ પણ મોરબી જિલ્લામાં વિદેશી દારૂ મળવાનો ક્યારેય બંધ નહીં થઈ શકે એ એક નગ્ન વાસ્તવિકતા છે
એક જિલ્લા પોલીસ વડા મોરબીમાં આવ્યા હતા જેને લાલપર હોનેસ્ટ હોટલ ની પાછળ વિદેશી દારૂનો ઠેકો ચલાવવા માટે પરમિશન આપી હતી જ્યાં સવાર થી સાંજ સુધી સારી બ્રાન્ડ વિદેશી દારૂની મેળવી શકે છે તેવો હુકમ જિલ્લા પોલીસ વડા નો “ઓફ ધ રેકોર્ડ ” હતો જેમાં પોલીસ ઉદ્યોગકારો વેપારીઓ બધા દારૂ ના શોખીનો સરળતા થી વિદેશી દારૂ મેળવી શકતા હતા …પરંતુ આસપાસ ના હોટલના માલિકો એ ઉચ્ચકક્ષા એ રજુઆત કરી અને પોલીસ બૂટલેગર વચ્ચે માથાકૂટ થઈ એટલે દારૂનો ઠેકો બંધ કરાવ્યો …ખેર આ વાત તો ભૂતકાળ થઈ ગઈ
આજની તારીખમાં વાઈન શોપમાં જે લોકો પાસે વિદેશી દારૂની પરમીટ હોય તે લોકો હાઇવે પર વાઇનશોપમાં જઈને દારૂ મેળવી શકે છે પણ જેની પાસે પરમીટ હોય તે પરંતુ છેલ્લા ઘણા સમય થી વાઇનશોપના નામે વિદેશી દારૂ અન્ય ત્યાંના હોટલ સંચાલકને નેજા હેઠળ ગેરકાયદેસર વેચાણ થઈ રહ્યું છે ત્યારે તાજેતરમાં એક હોટલમાં ખુલ્લેઆમ ટેબલ પર દારૂ વેંચતા બે શખ્સો ને પોલીસે ઝડપી પાડ્યા હતા ત્યારે હજુ વાઈન શોપના નામે કોણ વિદેશી દારૂ વેચી રહ્યા છે તેની તપાસ બહાદુર lcb કરે તો ઘણા ઝપટે ચડે એમ છે. બાકી નાના મોટા બુટલેગર ને ઝડપી મોટા મગરમચ્છ ને છાવરવાનું બંધ કરે પોલીસ તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે