કથિત કૌભાંડ માટે તપાસ સમિતિઓ રચાય પરંતુ રિપોર્ટ હજુ સુધી આવ્યો નથી ! ગરીબોના ઘર પણ ભ્રષ્ટાચારીઓ છોડતા નથી
મોરબી: ગરીબોને પોતાના ઘરનું ઘર મળી રહે તે માટે પ્રધાનમંત્રી મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત આવાસો બનાવાતાં હોય છે આવી યોજનામાં મોરબીમાં લોટ પાણીને લાકડા જેવી ગુણવત્તાવાળા બનાવેલ આવાસો હાલમાં ખંડેર જેવી હાલતમાં ફેરવાઈ ગયા છે આટલું જ નહીં પરંતુ યોજનામાં 50% જેટલા જ આવાસો બનાવ્યા છે છતાં સંબંધિત તંત્ર પૂરેપૂરું ચુકવણું કોન્ટ્રાક્ટર ને કરી દીધું છે અને હવે બાકીના કામો કોન્ટ્રાક્ટર દ્વારા છોડી દેવાયા છે ત્યારે કથિત કૌભાંડ મોટી રકમનું થયું હોવાનું માનવામાં આવે છે આ કૌભાંડમાં તપાસના નાટક કરાયા છે પણ ભ્રષ્ટાચારીઓનો વાળ વાંકો થયો નથી ત્યારે ભ્રષ્ટાચારીઓને કોના ઇશારે છાવરવામાં આવી રહ્યા છે તેવા સવાલો ઊભા થયા છે
લોકોને પોતાનું ઘર હોય તેવું સ્વપ્નું હોય છે અને તેનું સ્વપ્નું પુરૂં કરવા સરકાર આવાસ યોજના નો અમલ કરીને જરૂરીયાતમંદ લોકોને મકાન ફાળવે છે અને આવી જ એક પ્રધાનમંત્રી આવાસ યોજના મોરબીમાં અમલમાં મૂકવામાં આવી હતી પરંતુ તેમાં લોટ પાણીને લાકડા જેવી ગુણવત્તા વાળા બનાવેલા આવાસો ખંઢેર બની ગયા છે.અને યોજનાના પચાસ ટકા થી વધુ આવાસો નથી બનાવ્યા છતાં પૂરેપૂરું ચુકવણું કરી દેવાતા આમાં મોટી રકમનું કૌભાંડ થયું હોવાનું અને કોઈ રાજકીય આકા ઓએ ભાગબટાઇ કરી લીધી હોય તેમ આ બાબતના તપાસના નાટક શરૂ થયા પરંતુ આજ દિન સુધીમાં કોન્ટ્રાક્ટરનો વાળ વાંકો નથી થયું તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
મોરબી શહેરમાં પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસ યોજનામાં ગરીબોને ઘરનું ઘર મળે કે તે માટે કુલ ૧૦૦૮ આવાસ બનાવવાના કોન્ટ્રાક્ટમાં ૪૦૦ ક્વાર્ટર બન્યા બાદ બાયપાસ ઉપર ૬૦૮ આવાસ બનવવામાં કોન્ટ્રાકટરે લોટ, પાણીને લાકડા કરતા આજે આઠ વર્ષ વીતવા છતાં ગરીબોને આવાસ તો નથી મળ્યા પણ આ આવાસ આજે ખંઢેર બની ગયા છે. અને પાંચ કરોડના અધૂરા કામ છતાં નગર પાલિકાએ તમાંમ ચુકવણું કરી દેતા કોન્ટ્રાકટરો કામ અધુરું મુકીને જતાં રહ્યાં છે. આ ચુકવણું માં કોઈ રાજકીય આકા ઓએ ભાગબટાઇ કરી લીધી હોય તેમ જાણે તેની છત્રછાયા હેઠળ આજદિન સુધી આ કોન્ટ્રાકટર નો વાળ વાંકો થયો નથી. અને આ કૌભાંડની તપાસ માટે વર્ષે ૨૦૨૨ માં રચાયેલ કમિટીને ૧૫ દિવસમાં રીપોર્ટ કરવાનો હતો. છતાં આજ સુધીમાં આ કમિટીના એ તપાસ માટેનાં રીપોર્ટ આપ્યો નથી. ત્યારે આ તપાસ કમિટી નાં ૧૫ દિવસ ક્યારે પૂર્ણ થશે? તેવો સવાલ ઉભો થયો છે પ્રાપ્ત થયેલી વિગત વર્ષ ૨૦૧૩ માં મોરબી નગર પાલિકા દ્વારા મોરબી શહેરમાં ૧૦૦૮ આવાસ બનાવવા માટે ક્રિષ્ના કન્ટ્રક્શન નામની પેઢીને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો. ગરીબોના ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થાય તેવી આ યોજનામાં કોન્ટ્રાક્ટરોએ લીલાપર રોડ ઉપર લોટ પાણીને લાકડા જેવા ૪૦૦ ક્વાટર્સ બનાવીને સુપરત કર્યા બાદ મોરબી -કંડલા બાયપાસ ઉપર ૧૮ કરોડના ખર્ચે ૬૦૮ ક્વાટર્સ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેને આજે આઠ આઠ વર્ષ વીતવા છતાં આજદિન સુધીમાં આ આવાસ યોજના પુર્ણ નથી થઇ ઉલ્ટાનું હાલમાં આ આવાસ યોજના અધૂરા કામને કારણે ખંઢેર હાલતમાં ફેરવાઈ ગઈ છે.
બીજી તરફ જેતે સમયે કોન્ટ્રાકટર દ્વારા યોગ્ય કામગીરી કરવામાં ન આવતા મોરબી પાલિકા નેં ડહાપણની દાઢ ફૂટી હોય તેવી કડક કામગીરી કરી તમામ પેમેન્ટ ચૂકવી આપ્યા બાદ ૯૭ લાખ જેટલી ડિપોઝીટ જપ્ત કરી અધૂરા કામમાં પગલાં ભર્યાનો સંતોષ માની લીધો હતો. બહુ ચર્ચિત આ પ્રકરણમાં મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વર્ષ ૨૦૨૨ માં દિશા કમિટીની તપાસ સમિતિ રચી અને ૧૫ દિવસમાં રિપોર્ટ આપવા નક્કી કરવામાં આવ્યું હતું પરંતુ આજે આ વાતને પણ એક વર્ષ જેટલો સમય વીતવા છતાં રચાયેલી આ તપાસ સમિતિ એ કોઈ રીપોર્ટ આપ્યો નહોય તેઓ આ કૌભાંડ આચરનારાઓ સાથે તાલમેળ કરી લીધો હોય તેવી શહેરીજનો માં હોટ શોટ ચર્ચા થઈ રહી છે જે સાંભળવા મળી રહી છે.
ભાજપના આગેવાન અને કોંગ્રેસના ચાલું તાલુકા સદસ્ય આમ આદમી પાર્ટીમાં જોડાયા
આમ આદમી પાર્ટી દ્વારા સદસ્યતા અભિયાન અંતર્ગત મોરબી જિલ્લા ના વાંકાનેર વિધાનસભા રૂપાવટી ગામે પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી ની આગેવાની હેઠળ એક સભા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોળી સમાજ અગ્રણી અને ભાજપ ના આગેવાન રણછોડભાઈ થુલેટિયા અને...
હળવદ તાલુકાના નવી જોગડ ગામે મેઇન બજારમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમોએ હળવદ પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકા પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન હળવદ તાલુકાના નવી જોગડ ગામે મેઇન બજારમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમો ભરતભાઇ માવજીભાઇ મજેઠીયા (ઉ.વ.૪૨) રહે ગામ નવી જોગડ તા. હળવદદ,...
હળવદમા આસ્થા રોડ સ્પીનીંગ મીલ રોડ પર દાવલીયુ તરીકે ઓળખાતી સીમમાં આવેલ પોતાના ખેતરમાં દંપતી કામ કરતા હોય ત્યારે ત્રણ શખ્સો આવી અમારી જમીનમાં કેમ કામ કરો છો અહીથી નીકળી જાવ અમોએ એન.એ. કરાવેલ છે કહી દંપતીને સાથે ઝઘડો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં...