Monday, July 7, 2025

મોરબી શહેરમાં આવેલ અવની ચોકડી પાસે ભરાતા વરસાદના પાણીનો કાયમી નિકાલની વ્યવસ્થા કરો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીમાં અવની ચોકડી નામે વિસ્તાર આવેલો છે. આ વિસ્તારમાં છેલ્લા ચાર પાંચ વરસ થી દર ચોમશે વરસાદ ના પાણી ભરાય છે. અને લોકો ને પોતાના ઘરે થી ધંધા ના સ્થળે કે નાના બાળકો ને સ્કુલે જવામાં કે મહિલાઓ ને શાકભાજી કે અન્ય ઘરમાટે ની ખરીદી કરવા જવા આવવા માં ખુબજ મુશ્કેલી ઉભી થાય છે આ જગ્યા એ મોરબી ના રવાપર વિસ્તાર નું પાણી જે પહેલા નહોતું આવતું તે ડાયવર્ટ થઈ ને ખુબજ મોટા પ્રમાણ માં આવે છે. અને ઘણા દિવસ સુધી ચાલુ રહે છે. આ પાણી ની ઊંડાઈ (૩) ત્રણ ફૂટ જેટલી હોય છે. જેના કારણે ટુ વ્હીલર વાહન કે ફોર વ્હીલર વાહન ને આવ જા કરવામાં પણ મુશ્કેલીઓ પડે છે. આ સ્થિતિ હોવાથી ક્યારેક અકસ્માત થવાની શક્યતા પણ રહેલી છે. નાના બાળકો કે કોઈ ની જાન હાની થાય તે પહેલા આ કામ થાય તે જરૂરી છે. આ બાબતે સ્થાનિક તંત્ર ને તેમજ આપને પણ આગાઉ રજુઆતો કરવામાં આવેલ છે. હવે ચોમાસા ને ફક્ત એક મહિના થી પણ ઓછો સમય રહેલ છે. અને હજુ કામ ના કોઈ ઠેકાણા નથી. જો આ કામ કરવામાં નહિ આવે તો આગામી ચોમાસા માં લોકો ને હોળીઓ વસાવવી પડશે તેવી વાતો લોકો કરી રહ્યા છે. તો અમારી માંગણી છે કે તાકાલીક આ કામો મંજુર કરી ને ચાલુ કરવામાં આવે . જો આવું કરવામાં નહિ આવે તો અમારે ના છૂટકે સ્થાનિક લોકો ને સાથે રાખી ને ગાંધી ચિંધ્યા માર્ગે રજૂઆતો કરવાની ફરજ પડશે તેવી ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાંતિલાલ બાવરવાએ ચિમકી ઉચ્ચારી હતી.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર