મોરબી: મોરબીની બ્લુડાર્ક કુરીયરની ઓફીસમાં થયેલ રોકડા રૂ.૫,૧૦,૦૦૦/- તથા અન્ય મુદામાલની ધરફોડ ચોરી ગણતરીના કલાકોમાં ડીટેકટ કરી એક આરોપીને રોકડા રૂ.૫,૧૦,૦૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ.૧૨,૧૫,૦૦૦/- ના મુદામાલ સાથે મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો છે.
તા.૨૯/૦૫/૨૦૨૩ ના રાત્રીના બારેક વાગ્યાથી સવારના નવેક વાગ્યાના સમય દરમ્યાન ફરીયાદી, મયુરભાઇ ભીખાભાઇ સોલંકી રહે.મોરબી રવાપર રોડ મેનેજર બ્લુડાર્ક કુરીયર પ્રા.લી.વાળાએ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશન ખાતે આવી પોતાની ફરીયાદ જાહેર કરેલ કે મોરબી શનાળા રોડ કે.કે.સ્ટીલની સામે જયદીપ પાઉભાજી વાળી શેરીમાં આવેલ બ્લુડાર્ક કુરીયરની ઓફીસમાં આજરોજ રાત્રીના બારેક વાગ્યાથી સવારના નવેક વાગ્યા દરમિયાન કોઇ અજાણ્યા ચોર ઇસમે કુરીયરની ઓફીસના શટરના તાળા ખોલી ઓફીસમાં પ્રવેશ કરી ટેબલના ખાનામાં રાખેલ રોકડા રૂ.૫,૧૦,૦૦૦/- તથા બે સી.સી.ટી.વી કેમેરા તેમજ ડી.વી.આર.કિ.રૂ.૧૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૫,૨૦,૦૦૦/- ની ચોરી કરી લઇ ગયેલ અંગેની ફરીયાદ જાહેર કરતા મોરબી સિટી એ ડિવીજન પોલીસ સ્ટેશનમાં એ પાર્ટ ઇ.પી.કો. કલમ- ૪૫૪,૪૫૭,૩૮૦, મુજબનો ગુનો રજીસ્ટર કરાવતા જે ગુનાની તપાસ મોરબી સિટી એ ડિવીજનના પોલીસ ઇન્સ્પેકટર ચલાવી રહ્યા હતા.
ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ આરોપીઓ તથા મુદામાલ શોધી કાઢવા બાબતે અશોકકુમાર પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ નાઓએ સુચના આપતા રાહુલ ત્રિપાઠી, પોલીસ અધિક્ષક મોરબીનાઓની સુચના અને જરૂરી માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સપેકટર ડી.એમ.ઢોલ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા એલ.સી.બી. / પેરોલ ફર્લો સ્કવોડ / ટેકનીકલ ટીમ તથા મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશન સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી આરોપી પકડી પાડવા તથા મુદામાલ હસ્તગત કરવા સારૂ પ્રયત્નો હાથ ધરેલ.
તે દરમ્યાન ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી.મોરબી નાઓને ખાનગીરાહે બાતમી મળેલ કે આ કુરીયરની ઓફીસમાં આસીસ્ટન્ટ તરીકે કામ કરતો ક્રિતેજ રણજીતભાઇએ આ ચોરીને અજામ આપેલ છે જેથી તેની તપાસ કરતા તે ગ્રે કલરની બ્રેઝા ગાડી સાથે મોરબી નરસંગ ટેકરી પાસેથી મળી આવતા તેને ગાડી સાથે મોરબી એલ.સી.બી. કચેરી ખાતે લાવી ગુન્હા સંબધી યુકિત પ્રયુકિતથી પુછપરછ કરતા આ ગુન્હો પોતે આચરેલ હોવાની હકિકત જણાવતો હોય જેથી તેની પાસેથી રોકડા રૂપિયા-૫,૧૦,૦૦૦/- તથા ગુન્હામાં ઉપયોગ કરેલ ગ્રે કલરની બ્રેઝા ગાડી કિ.રૂ.૭,૦૦,૦૦૦/- તેમજ ઓપો કંપનીનો મોબાઇલ ફોન કિ.રૂ.૫૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧૨,૧૫,૦૦૦/- નો મુદામાલ રીકવર કરી આ ધરફોડ ચોરીનો અનડીટેકટ ગુન્હો ગણતરીની કલાકોમાં ડીટેકટ કરી આરોપી ક્રિતેજ રણજીતભાઇ ડવ ઉવ-૧૯ ધંધો-કુરીયરમાં નોકરી રહે. અંકુર સોસાયટી શનાળા રોડ, મેઇન રોડ, મોરબી. મુળ ગામ-સમઢીયાળા તા.બાબરા જી. અમરેલી વાળાને મુદામાલ સાથે મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં સોપી આપેલ છે.
મોરબી: શ્રી ખાનપર કુમાર પ્રાથમિક શાળામાં પ્રથમ બેગલેસ ડે ની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત બાલસભા, પર્યાવરણ જાગૃતિ માટે રેલી તથા વિવિધ રમતોનું આયોજન કરવામાં આવેલ.
જેમાં બાલવાટિકા તથા ધો. 1 થી 8 સુધીના તમામ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધેલ હતો તેમાં પ્રથમ શાળાનાં શિક્ષક ચિકાણી રમણિકલાલ દ્વારા બાળકોને વિવિધ...
મોરબી જીલ્લાના એક દર્દી જેમની ઉમ્ર 55 વર્ષ છે જેમને બેભાન હાલત માં આયુષ હોસ્પિટલ ખાતે ઈમરજન્સી માં લાવવામાં આવ્યા હતા. જ્યાં ડૉ. ઉત્તમ પેઢડીયા સાહેબ કે જે જનરલ ફીઝાશિયન તેમજ ક્રીટીકલ સ્પેશિયાલિસ્ટ છે. તેમને દર્દી ની તપાસ કરતા તેમજ દર્દી ના સગા ને દર્દી ની જાણકારી પુછતા જણાયું...
મોરબીના પંચાસર રોડ પર આવેલ રાજનગર સોસાયટી ખાતે રાજનગર યુવા ગ્રુપ દ્વારા આજે રવિવારના રોજ શ્રી હરસિધ્ધ હનુમાનજી મંદિર ખાતે ૧૭૦૦ જેટલા અલગ અલગ ફુલ, ફળ અને છોડ નું વિતરણ કરાયું હતું.
જેમાં ૯૫૦ થી વધુ લોકોએ લાભ લીધો હતો. સવારે ૮:૩૦ થી રોપા લેવા માટે લોકોનો ભારે ઉત્સાહ જોવા...