વાતાવરણમાં પલટા થી લોકોને આકરા તાપ થી આંશિક રાહત મળી
મોરબી: રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા તા.28 અને 29 દરમિયાન કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી જે મુજબ ગઈકાલે સાંજે ચાર વાગ્યા બાદ મોરબી જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. અને તોફાની પવન સાથે કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. ત્યારે આજે વહેલી સવારથી જ મોરબી શહેરમાં અને આજુબાજુના કેટલાક વિસ્તારોમાં વરસાદી વાતાવરણ બની રહ્યું હોય તેવુ દેખાય રહ્યું છે.
તોફોની પવનના કારણે કેટલીક જગ્યાએ વૃક્ષો ધરાશયી થયા હતા. અને આકાશમાં કાળા ડીબાંગ વાદળો છવાયા હતા. કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસતા લોકોને ગરમીમાથી છુટકારો મળ્યો હતો અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. ત્યારે આજે વહેલી સવારથી જ આકાશમાં કાળા ડીબાંગ વાદળો છવાયા છે જેના લીધે વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યુ છે અને કાળઝાળ ગરમીથી લોકો ને રાહત મળી છે.
મોરબીના સંસ્કાર ઇમેજિંગ સેન્ટર ખાતે દશ દિવસ અને ચાર દિવસની રિટ્રીટ એમ 14 દિવસીય SSY શિબિરમાં જોડાવા માટે આહવાન કરાયું
મોરબી: આજના યુગમાં માણસ ભાગ, દોડ, આધિ, વ્યાધિ, ઉપાદી તનાવમાં જીવે છે, જેના કારણે લોકોમાં અનિદ્રા, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કબજીયાત, માઈગ્રેન વગેરે રોગીથી ગ્રસ્ત છે, માનવ જીવન અનેક સમસ્યાઓથી ત્રસ્ત,...