મોરબી: મોરબી ગેસ્ટહાઉસ રોડ નજીક આવેલ તાલુકા પંચાયત માં આસપાસ ના ગ્રામ્યવિસ્તાર માંથી હજારો અરજદારો અરજી લઈને આવતા હોય છે.
તેમજ તાલુકા પંચાયતના સબબ કામકાજ માટે સરપંચ તલાટી મંત્રીઓ ની અવર જવર રહેતી હોય છે ત્યારે તાલુકા પંચાયતના ગેટ અંદર વાહન પાર્કિગ અરજદાર તેમજ કચેરીના કામ માટે આવતા લોકો માટે રાખેલ છે પરંતુ આસપાસ ના માથાભારે તત્વો બળજબરી થી વાહન પોતાની માલિકીના પાર્કિંગ કરીને અરજદારોને હેરાન કરતા હોવાની ફરિયાદ ઉઠી છે તાલુકા પંચાયત ના ટી.ડી.ઓ વિપુલભાઈ જીવાણી એ ચક્રવાત ટિમ સાથે વાત કરીને જણાવ્યું હતું કે આસપાસ ના સ્થાનિકો બળજબરી પૂર્વક વાહન મૂકી જાય છે મનાઈ કરવા છતાં દાદાગીરી કરે છે આ બાબતે પોલીસ મથકમાં લેખિત જાણ કરી હોવા છતાં વાહન મૂકી ને હેરાન કરતા હોય છે ત્યારે આવા તત્વો વિરુદ્ધ પોલીસ કાયદેશરના પગલાં ભારે તેમજ દંડકીય કાર્યવાહી કરે તેવું તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું.
