જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ મોરબીના (જજશ્રી) અને ફૂલ ટાઈમ સેક્રેટરી બી એસ ગઢવીએ સબ જેલની મુલાકાત લીધી હતી તેમજ તેમની સાથે પેનલ એડવોકેટ પણ આવ્યા હતા જેઓએ જેલમાં કામગીરીની સમીક્ષા કરી હતી
સબ જેલમાં રહેલ તમામ આરોપી, કેદી ભાઈઓ/બહેનોને રૂબરૂ મળીને પોતાના કેસ માટે જરૂરિયાત મુજબ સરકારી મફત કાનૂની સલાહ, વકીલ આપવા અંગે સલાહ આપવામાં આવી હતી અને રજૂઆત સાંભળી હતી મુલાકાત દરમિયાન જેલ અધિક્ષક ડી એમ ગોહેલ અને જેલર પી એમ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા
મોરબી શહેરમાંથી ચોરી થયેલ મોટરસાયકલ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી બે ચોરાવ બાઈક સાથે એક ઈસમને મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.
મોરબી સીટી બી ડિવિઝન સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન મોરબી શ્રધ્ધાપાર્ક પાસે અમરેલી રોડ પર એક શંકાસ્પદ ઇસમ બે અલગ અલગ કંપનીના મોટર સાઇકલ સાથે જોવામા...