મોરબી અયોઘ્યા પુરી મેઈન રોડ પર આવેલ આસ્વાદ પાન નજીક અચાનક સ્વીફ્ટ કારમાં આગ ભભૂકી હતી
શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન
મળતી માહિતી મુજબ મહેન્દ્રપરાના નાકે અયોઘ્યાપુરી મેઈન રોડ પર સાંજ ના સમયે સ્વીફ્ટ કાર નંબર GJ01 KM 0243 પર અચાનક કારમાં આગ લાગી હતી ઘટના ની જાણ થતાં જો કે સમયસર ફાઇર ફાઇટરના જવાનો એ આગ પર કાબુ મેળવ્યો હતો પણ કાર બળીને ખાખ થઈ ગઈ હોવાની માહિતી મળી રહી છે સદનસીબે કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો
