મોરબી: પરણીતાને ત્રાસ આપતા સાસરીયા વિરુદ્ધ ફરીયાદ
મોરબી: મોરબીમાં જ સાસરે દિકરીને સાસરીયા દ્વારા કરીયાવર બાબતોમાં મેણા ટોણા મારી શારીરિક અને માનસિક દુઃખ ત્રાસ આપતા સાસરીયા વિરુદ્ધ પરણીતાએ મોરબી મહીલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના સામા કાંઠે મહાવીર સોસાયટી રૂષભનગરમા રહેતા માનસીબેન પીયુષભાઈ મલ્લી (ઉ.વ.૨૪) એ આરોપી પીયુષભાઇ રમેશભાઇ મલ્લી (પતિ ), રમેશભાઇ વાલજીભાઇ મલ્લી ( સસરા ), બીનાબેન રમેશભાઇ મલ્લી ( સાસુ ), પ્રીયાબેન રમેશભાઇ મલ્લી ( નણંદ ) રહે. બધા- લક્ષ્મી નારાયાણ સોસાયટી વ્રજ ટાવર એપાર્ટમેન્ટ બીજા માળે રુમ નંબર-૨૦૪ મોરબીવાળા વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૫-૦૭-૨૦૨૧ થી ૨૦-૧૧-૨૦૨૨ દરમ્યાન ફરીયાદીને આ કામના આરોપીઓએ અવાર નવાર નાની નાની બાબતોમા તથા કરીયાવર ઓછો લાવી છો તેમ મેણાટોણા મારી ફરીયાદીના પતીને આરોપીઓ ખોટી ચડામણી કરતા મારપીટ કરી શારીરીક અને માનસીક દુ:ખ ત્રાસ આપતા હોવાની ભોગ બનનાર પરણીતા માનસીબેને આરોપી સાસરીયા પક્ષ વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ -૪૯૮(ક), ૩૨૩, ૧૧૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.