મોરબીમાં મુસાફરોનું પથીક સોફ્ટવેરમા રજીસ્ટ્રેશન ન કરતા હોટલ સંચાલક સામે કાર્યવાહી
મોરબી: મોરબી જિલ્લામાં સિરામિક ઉદ્યોગને કારણે મોટી સંખ્યામાં પરપ્રાંતીય શ્રમિકો કામ કરી રહ્યા છે. ત્યારે ગુન્હાખોરી અટકે તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પરપ્રાંતીય મજૂરોની નોંધણી અને ભાડુઆતોની નોંધ માટે એસ્યોર મોરબી એપ અમલી બનાવી હોવા છતાં પણ લોકો દ્વારા આવી નોંધ ન કરાતી હોય જથી મોરબી પોલીસ દ્વારા જિલ્લાના જાહેરનામા ભંગ બદલ કડક કાનૂની કાર્યવાહી શરૂ કરાઇ છે. જેમાં મુસાફરોનુ રજિસ્ટ્રેશન ન કરતા રાધે હોટેલના સંચાલક વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ મોરબી સનાળા રોડ, નવા બસ સ્ટેન્ડ સામે, અજંતા સોપીંગ સેન્ટર, પહેલા માળે, આવેલ રાધે હોટેલના સંચાલક કિશોરભાઈ નાથાલાલ ભટ્ટ (ઉ.વ.૭૧) રહે. ચિત્રકુટ સોસાયટી મોરબી વાળા રાધે હોટેલના સંચાલક હોય તેણે પોતાના કબ્જા ભોગવટા વાળી હોટલમાં પથીક સોફ્ટવેરનો આ હોટલમાં તા. ૨૫-૦૫-૨૦૨૩ તથા ૩૦-૦૫-૨૦૨૩ ના રોજ આવેલ મુસાફરોની એન્ટ્રી કરેલ ન હોય જેથી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેર કરવામાં આવેલ જાહેરનામાનો ભંગ કરવા બદલ આરોપી રાધે હોટેલના સંચાલક કિશોરભાઈ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.