ટંકારાના ધ્રુવનગર નજીક રોડ ઉપર બાઈક સ્લીપ મારી જતા એકનું મોત બે ઈજાગ્રસ્ત
ટંકારા: ટંકારા તાલુકાના ધ્રુવનગર ગામ નજીક આવેલા જીવામામાના મંદિર પાસે રોડ ઉપર બાઈક સ્લીપ મારી જતા બાઈક સવાર યુવકનુ મોત નિપજ્યું હતું જ્યારે પાછળ બેઠેલા બે વ્યક્તિને ઈજા પહોંચી. આ બનાવ અંગે ટંકારા પોલીસે મથકમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ રાજકોટ રેલનગર સંતોષીનગરમા પાણીના ટાંકા પાસે રહેતા વિશાલભાઈ બાબુભાઈ પરમાર (ઉ.વ.૨૨) એ આરોપી હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ રજીસ્ટર નંબર -GJ-03-LA-8106 ના ચાલક શની અરવિંદભાઈ સુરેલા રહે. રાજકોટ (મરણજનાર) વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૩૧-૦૫-૨૦૨૩ ના રોજ આશરે સાડા ચારેક વાગ્યાના અરસામાં આરોપીએ (મરણજનાર) પોતાના હવાલાવાળુ સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ રજીસ્ટર નંબર- GJ03LA-8106 વાળુ પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી મોટરસાયકલ સ્લીપ ખાઇ જતા ફરીયાદી તથા સાહેદ પિયુષભાઇને શરીરે મુંઢ ઇજા કરી તથા છોલાણ કરી તથા પોતાને શરીરે ગંભીર ઇજા કરી અરવિંદભાઈએ પોતાનુ મોત નિપજાવ્યું હતું. આ બનાવ અંગે ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આગળ તપાસ હાથ છે.