32.66 લાખનો ખર્ચો કર્યા બાદ જોવું રહ્યું વરસાદી પાણીનો નિકાલ કેવો રહે છે ?
ઉદ્યોગકારો, વેપારીઓ, ટ્યૂશનમાં આવતા વિદ્યાર્થીઓ કરી રહ્યા છે હાલાકીનો સામનો
આગામી ત્રણ મહિનામાં વરસાદી પાણીની સમસ્યા નહિ રહે ગેરેન્ટી સાથે કહેતા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા
મોરબી શહેરમાં પાણીના નિકાલની મોટી સમસ્યા છે થોડા વરસાદમાં ઠેર ઠેર પાંણી ભરાઈ જવાથી રાહદારીઓ તેમજ વાહનચાલકો ને હાલાકી નો સામનો કરવો પડે છે ત્યારે અવની ચોકડી ના સ્થાનિકો દ્વારા વારંવાર લેખિત મૌખિત રજૂઆત અંતે સફળ થઇ.
શનાળારોડ ઉમિયા સર્કલથી રવાપર કેનાલ ચોકડી વચ્ચે આવેલ અવની ચોકડી જે શહેરના ઉધોગકારો સરકારી કર્મચારી સહિતના વેપારીઓ વસવાટ કરે છે ચોમાસા દરમિયાન આ ચોકડી પર વરસાદી પાણીની સમસ્યાથી સ્થાનિકો કંટાળીને વિધાનસભા ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરીને બેનરો લગાવી પાણીના નિકાલની માંગણી બાદ મતદાન કરવામાં આવશે તેવું જણાવી વિરોધ પ્રદશન કરવામાં આવ્યું હતું ત્યારે ભાજપના અગ્રણીઓને અચાનક વિરોધ યાદ આવતા મતદાતાઓને રિસાવા ખાતમુહુર્તની તૈયારી દર્શાવીને આજરોજ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં ભાજપ અગ્રણીઓ એ 32.66 લાખના ખર્ચે ખાતમુહુર્ત કર્યું હતું અને ધારાસભ્ય કાંતિભાઈ એ જણાવ્યું હતુંકે વર્ષો જૂનો પ્રશ્ન જે છે અવની ચોકડી પર વરસાદી પાણી ભરાઈ જતા હોય છે તે આગામી ત્રણ મહિનામાં નહિ રહે જેની ગેરેન્ટી આપું છું પણ હવે જોવાનું એ રહ્યું કે ખાતમુહુર્ત બાદ વરસાદી પાણીનો નિકાલ થાય છે કે સ્થાનિકોને એજ હાલાકીનો સામનો કરવો પડશે કે નહિ એ તો કાંતિભાઈની ગેરેન્ટી જ કહી શકશે.
