મોરબી જિલ્લામાં જમીન વિકાસ બેંકમાં વધારેલ ફી પરત લેવા કરાઈ માંગ
મોરબી: મોરબી જીલ્લાની જમીન વિકાસ બેંકમાં કોઈ પણ દાખલો કાઢવવાની ફી માં ૧૦૦૦% ટકા વધારો કર્રેલ છે. તે પાછો લેવામાં અને દાખલાઓ ફ્રી કાઢી આપવામાં આવે તેવી ઈન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી બાવરવા દ્વારા માંગ કરવામાં આવી છે.
મોરબી જીલ્લામાં આવેલ મોરબી તાલુકા જમીન વિકાસ બેંક તથા માળિયા તાલુકા જમીન વિકાસ બેંકમાં ખેડૂતોને કોઈ પણ બાબતનો દાખલો કાઢાંવવા માટે પહેલા ૧૦ રૂ. ફી લેવામાં આવતી હતી હાલમાં તેમાં ૧૦૦૦% ટકા વધારો કરીને ૧૦૦ રૂ લેવામા આવી રહ્યો છે.
આ ખેડૂતો સાથે અન્યાય છે. મોદી સાહેબ જયારે ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરે છે. ત્યારે મોરબીની આ બે બેંક ખેડૂતોની જાવક કેટલા ગણી કરવા માંગે છે.?
ઈન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી બાવરવાએ માંગ કરી છે કે આ ફી વધારો પાછો ખેચીને મફતમાં દાખલાઓ કાઢી આપવામાં આવે તેવી વ્યવસ્થા કરવામા આવે તેવી માંગ કરી છે. જો આવું કરવામાં નહી આવે તો, આ બંને તાલુકાના ખેડૂતોને સાથે રાખી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.