મોરબી: ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તથા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરી મોરબી દ્વારા વિશ્વ યોગ દિવસ ઉજવણીના ભાગરૂપે સન સિટી મેદાન ખાતે કોમન યોગા પ્રોટોકોલ અંતર્ગત યોગ શિબિર તેમજ યોગાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન મોરબી જિલ્લા યોગ કો-ઓર્ડીનેટર વાલજીભાઈ ડાભી તથા જિલ્લા રમત-ગમત અધિકારી બુધાભાઈ નાકિયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ટંકારા-પડધરી ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, યોગા બોર્ડ ગાંધીનગરના તજજ્ઞ અનિલભાઈ ત્રિવેદી, કચ્છ ઝોનના કો-ઓર્ડીનેટર વિજયભાઈ શેઠ, મોરબી જિલ્લા માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા પ્રમુખ બી.આર. હુંબલ તથા યોગ સાધકો ઉપસ્થિત રહ્યા હતા.
મોરબી શહેરમાં આવેલ રૂષભ પાર્ક સોસાયટીમાં પાણીની સમસ્યા છેલ્લા ઘણા સમયથી છે ત્યારે આ પાણીની સમસ્યાનું તાત્કાલિક નિવારણ લાવવા રૂષભ પાર્ક સોસાયટી રહિશો દ્વારા મોરબી મ્યુનિસિપલ કમિશ્નરને લેખીત રજુઆત કરી માંગ કરી છે.
રજુઆતમાં જણાવ્યું હતું કે રૂષભપાર્ક સોસાયટી ન્યુ ચંદ્રેશનગર ની બાજુમાં યદુનંદન રર ની પાછળ આવેલ છે સૌ...
સરકારના ચુંટણી પંચ દ્વારા S.I.R ની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે જેમાં B.L.O ઘરે ઘરે જઈને એક વાર ગણતરી પત્રક પોહચાડે છે અને માહિતી મેળવે છે ત્યારે કાંતિલાલ ડી. બાવરવા દ્વારા રાજ્ય સરકારના મુખ્ય ચુંટણી કમીશ્નરને લેખિત રજુઆત કરી S.I.R ની કામગીરીનો સમય વધારવા તથા B.L.O ની સહાયકોની...