વાંકાનેર: હથીયાર સાથે ફોટા પાડી પોસ્ટ કરતા યુવક સહિત બે ને એસ.ઓ.જી. ટીમે ઝડપી પાડયા
વાંકાનેર: વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામે ઇન્સ્ટાગ્રામમાં હથિયાર વાળા ફોટા સોશ્યલ મિડીયામાં પોસ્ટ કરી સમાજમાં ભય ઉભો કરનારને તથા હથિયાર પરવાને ધારકને મોરબી એસ.ઓ.જી.ટીમે ઝડપી પાડયા છે.
મોરબી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા અન્વયે સોશ્યલ મિડીયામાં હથિયાર વાળા ફોટાઓ પોસ્ટ કરનાર તથા ગેરકાયદેસર હથિયાર રાખતા ઇમોને શોધી કાઢી કાર્યવાહી કરવા સુચના કરેલ જે અન્વયે, પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી. મોરબીનાઓએ સોશ્યલ મીડીયા ઇન્સ્ટાગ્રામમાં વિક્રમભાઇ મુકેશભાઇ કોઢીયાએ ઇન્સ્ટાગ્રામ યુઝર આઇ.ડી.નંબર- mukeshikadhiyaaa માં હથીયાર સાથે ફોટાઓ અપલોડ કરેલ હોય જેની નોંધ તપાસમાં રહી કાર્યવાહી કરવા સુચના કરેલ જે અન્વયે પોલીસ કોન્સ્ટેબલને મળેલ બાતમીના આધારે સદરહુ યુઝર આઇ.ડી. વાળા ઇસમનું નામ સરનામુ મેળવી પંચાસીયા ગામે એસઓજી ટીમ સાથે તપાસ કરતા વિક્રમભાઇ મુકેશભાઇ કોઢીયા ઉવ.રર રહે, પંચાસીયા તા.વાંકાનેરવાળા પોતે યુઝર આઇ.ડી.માં બીજાના પરવાના વાળા હથિયારના ફોટા પોસ્ટ કરનાર તથા ફોટામાં રહેલ હથિયારના પરવાનેદાર હંસરાજભાઇ કુંવરજીભાઇ કોઢીયા ઉવ.૬૫ રહે.પંચાસીયા તા.વાંકાનેરવાળા વિરૂધ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં હથિયાર પરવાનાની શરતો ભંગ અંગે આર્મ્સ એક્ટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.