મોરબી-વાંકાનેર હાઈવે પર કુબેર ચોકડી પાસે ડમ્પર ગાડીનું ટાયર માથે ચડી જતા યુવકનુ મોત
મોરબી: મોરબી-વાકાનેર હાઈવે પર કુબેર ચોકડી નજીક નીર્મળ જ્યોત પેટ્રોલપંપ સામે રોડ ઉપર ડમ્પર ગાડી નીચે ઝેક ચડાવતી વખતે ઝેક છટકતા ગાડી આગળ રડતા ગાડીનું ટાયર માથે ચડી જતા યુવકનુ મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મહેશભાઇ શંગાભાઇ ડામોર ઉ.વ.૨૮ ધંધો. ડ્રાઇવિંગ રહે.હાલ લાલપર ગામ તા.જી.મોરબી મુળ રહે.ગામ બઠા તા.થાંદલા જી.જાંબવા(મધ્ય પ્રદેશ) વાળા ને તા.૩૦/૦૪/૨૦૨૩ ના રોજ મોરબી વાંકાનેર હાઇવે કુબેર ચોકડી નીર્મળ જ્યોતી પેટ્રોલ પંપ સામે ડંમ્પર ગાડી નીચે ઝેક ચડાવતા હતા ત્યારે ઝેક છટકતા ગાડી આગળ રગડતા તેઓ ના જમણા હાથ તથા ખભા પર ગાડીનુ ટાયર ચડી જતા ઇજા થતા પ્રથમ સારવાર મોરબી સર્મપણ હોસ્પિટલ બાદ રાજકોટ સીવીલ હોસ્પિટલ રીફર કરેલ બાદ અમદાવાદ સીવીલ હોસ્પિટલ સારવાર માટે રીફર કરેલ હોય જ્યાં સારવાર ટ્રોમાં વોડમાં દાખલ હોય જેઓ સારવાર દરમ્યાન તા.૦૧/૦૫/૨૦૨૩ ના રોજ મોત નિપજ્યું હતું.