મોરબી વન વિભાગ દ્વારા સામાજીક વનીકરણ નર્સરીઓ હેઠળ પાંચ વર્ષ દરમિયાન ૨૫ લાખથી વધુ રોપાઓને ઉછેરી વિતરણ/વાવેતર કરાયું
જિલ્લાની નર્સરીઓની વિવિધ ફુલછોડ તથા વડ, લીમડો, પીપડો જેવા વૃક્ષોના ઉછેર અને વાવેતર થકી પ્રકૃતિ સંવર્ધન માં મહત્વની ભૂમિકા
આપણા જીવનમાં વૃક્ષોનું સવિશેષ મહત્વ રહેલુ છે. પર્યાવરણ અને વૃક્ષો તો એકબીજા સાથે સીધા સંકળાયેલા છે. વૃક્ષો વિના પર્યાવરણની કે જીવસૃષ્ટીની કલ્પના કરવી જ નિરર્થક છે. સરકાર દ્વારા પાર્યાવરણના જતન અને વૃક્ષારોપણને આગવું મહત્વ આપવામાં આવે છે. સરકારના વન વિભાગ હસ્તકના સામાજીક વનીકરણ વિભાગ અને તે હસ્તકની નર્સરીઓ દ્વારા વન વિસ્તાર સિવાયના પ્રદેશમાં વધુમાં વધુ વૃક્ષા વાવી શકાય તે તરફ સતત પ્રયાસો કરવામાં આવે છે.
વધુને વધુ વૃક્ષારોપણના સંકલ્પને સાર્થક કરતી આ નર્સરીઓ દ્વારા વિવિધ પ્રકારના રોપાઓને ઉછેરવામાં આવે છે અને ત્યારબાદ આ રોપાઓનું વિવિધ અભિયાન હેઠળ વૃક્ષારોપણ કરી વૃક્ષોની સંખ્યા વધારવા માટે કાર્ય કરવામાં આવે છે. ઉપરાંત નાગરીકોને પણ રોપાઓનું વિતરણ કરવામાં આવે છે.
મોરબી જિલ્લામાં સામાજીક વનીકરણ વિભાગ હેઠળ વાંકાનેરના પંચાસર અને વરડુસર, મોરબીના મોટા દહીંસરા અને ધરમપુર, રાતકડી-હળવદ ખાતે તથા ટંકારા મિતાણા ખાતે નર્સરીઓ આવેલી છે. જ્યા વિવિધ પ્રકારના રોપાઓને ઉછેરવામાં આવે છે અને તેમનું વાવતેર અથવા વિતરણ કરવામાં આવે છે. આ નર્સરીઓ ખાતે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ૨૫ લાખથી વધુ રોપાઓને ઉછેરી વિતરણ અને વાવેતર કરવામાં આવ્યું છે. ઉપરાંત આ નર્સરીઓ ખાતે વર્ષ દરમિયાન ૬.૮૫ રોપાઓને ઉછેરીને તેમનું વાવેતર તથા વિતરણ કરવામાં આવ્યું છે. આગામી સમયમાં પણ મોરબી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં મળી કુલ ૧.૫૦ લાખ જેટલા રોપાઓનું વાવેતર કરવામાં આવનાર છે.
વન વિભાગની આ નર્સરીઓ ખાતે વિવિધ પ્રકારના ફુલછોડની સાથે આમળા, બોરસલી, જામફળી, કણજી, લીમડો, સીતાફળ, સરૂ, તુલસી, પીપડો, પેલ્ટાફોરમ, કરેજ, ખાટી આંબલી, વડ, આંબો, દાડમ વગેરે રોપાઓને ઉછેરી વાવેતર તથા વિતરણ કરવામાં આવે છે. સામાજીક વનીકરણ કાર્યક્રમ અન્વયે રોડ, રેલ્વે લાઈન, કેનાલ, ગામડાઓમાં વગેરે જગ્યાઓએ બિનઉપયોગી જમીનમાં વૃક્ષારોપણ કરવામાં આવે છે. આ વૃક્ષારોપણ થકી જે-તે વિસ્તારનું કુદરતી સૌદર્ય વધે છે. અને પર્યાવરણને પણ ફાયદો થાય છે. ઉપરાંત શાળાઓ, કોલેજો, સરકારી સ્કુલો, જાહેર સંસ્થાઓ, પ્રવાસન સ્થળો વગેરે જગ્યાઓએ પણ રોપાઓનું વાવેતર કરી તેની જાળવણી કરવામાં આવે છે.
મોરબી મહાનગરપાલિકાની યુ.સી.ડી. શાખા દ્વારા મહાનગરપાલિકા ની ઇસ્ટ ઝોન ઓફીસ ખાતે ડે. – એન.યુ. એલ. એમ. યોજના અંતર્ગત બનેલા સખી મંડળો તથા સ્થાનીક મહિલાઓ માટે ઘરે બેઠા આર્થિક પ્રવૃત્તિ માટે એક દિવસીય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં સખી મંડળની બહેનો ઘરેબેઠા પોતાની આજીવિકા મેળવી શકે તે માટે ઇન્મીટેશન...
મોરબીના શક્ત શનાળામા ઉમીયા સોસાયટીમાં આવેલ કનૈયા પાન કિરાણા સ્ટોરમાથી વિદેશી દારૂની ૬૫ બોટલ કિં રૂ. ૪૮૮૧૪ ના મુદ્દામાલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક શખ્સનું નામ ખુલતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ...
હળવદ તાલુકાના ખોડ ગામે યુવકના ભાઈએ પોતાના ઘરે આરોપીની પત્નીને પાણી ભરવાની ના પાડેલ જે બાબતનો ખાર રાખી ચાર શખ્સોએ યુવકને લાકડી વડે મારમારી મારી નાખવાની ધમકી આપી આપી હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ખોડ ગામે રહેતા અને પશુપાલનનો ધંધો કરતા રાજેશભાઈ કરશનભાઈ...