Tuesday, May 13, 2025

મોરબી: સામાંકાંઠા વિસ્તારમાં ભીષણ આગ ! ચપ્પલનો જથ્થો બળીને ખાખ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

સામાકાંઠે રહેણાંક મકાનમાં ભીષણ આગ ભભૂકી હતી

 અગમ્ય કારણોસર લાગેલી આગમાં ચંપલના વેપારીનો અંદાજે 5 લાખનો ચંપલનો માલ બળીને ભસ્મ થઈ ગયો હતો.

મોરબી ફાયર બ્રિગેડ વિભાગના કર્મચારીના જણાવ્યા પ્રમાણે સામાકાંઠે આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના ભાડેથી રહેતા બાબુભાઇ નામના ચંપલના વેપારીએ ચંપલ વેચવાનો ધંધો કરતા હોય તેમના ઘરમાં રૂ. 5 લાખનો ચંપલનો જથ્થો રાખ્યો હતો. દરમિયાન આજે કોઈ કારણોસર તેમના મકાનમાં આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગતા ઘરમાં રહેલા ચંપલનો જથ્થો આગની લપેટમાં આવી ગયો હતો અને ચંપલનો જથ્થો ભડભડ સળગી ઉઠતા અંદાજે રૂ.5 લાખનો ચંપલનો જથ્થો બળીને ભસ્મીભૂત થઈ ગયો હતો. આ બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ઘરમાં લાગેલી આગ ઉપર પાણીનો મારો ચલાવીને બુઝાવી નાખી હતી.જો કે આ આગની ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. તેવું ફાઇર ફાઈટરના જવાનો એ જણાવ્યું હતું.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર