વિશ્વ પર્યાવરણ દિવસે લાયન્સ કલબ ઓફ મોરબી સિટી દ્વારા વૃક્ષારોપણ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે
“હરિયાળું મોરબી” કાર્યક્રમ અંતર્ગત ” લાયન્સ ઇન્ટરનેશનલ , લાયન્સ કલબ ઓફ મોરબી સિટી દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ તારીખ ૫ જુન ૨૦૨૩ સવારના ૧૦ કલાકે બરવાળા હાઇસ્કૂલ કેમ્પસમાં જયંતીભાઈ જેરાજભાઇ પટેલના પ્રમુખ સ્થાને વૃક્ષારોપણ મહોત્સવની ઉજવણી રાખેલ છે.
આ કાર્યક્રમમાં બરવાળા હાઇસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ મગનભાઈ વડાવિયા, પી.ડી.કાંજીયા, નાગદાનભાઇ સવસેટા, પ્રાણજીવન કાલરિયા, શિવાભાઇ ડાંગર તેમજ લાયન્સ કલબ ઓફ મોરબી સિટી નાં સેક્રેટરી કેશુભાઇ,દેત્રોજા,ખજાનચી ટી.સી. ફુલતરીયા, તેમજ સર્વે લાયન્સ મેમ્બરો અને લાયન્સ ઇન્ટરનેશનલ સૌરાષ્ટ્ર કચ્છ નાં પ્રથમ વાઈસ ગવર્નર રમેશભાઈ રૂપાલા પણ આ વૃક્ષારોપણ ઉત્સવ માં ખાસ ઉપસ્થિત રહેશે.
આ તકે માત્ર બરવાળા ગામ જ નહીં પણ ખેવારિયા, ખાખરાળા, પીપળીયા, લુટાવદર, ચાચાવદરડા, નારણકા વગેરે અનેક ગામોના હજારો વિદ્યાર્થીઓએ બરવાળા હાઇસ્કૂલમાં શિક્ષણ લીધેલ છે. અને અનેક વિધ કારકિર્દી મેળવેલ છે તેવો ને આ કાર્યક્રમ માં સહભાગી થવા અને જુના સંસ્મરણો વાગોળવા જરૂર પધારશો એવી લાયન્સ કલબ ઓફ મોરબી સિટી નાં પ્રમુખ જગદીશ ભાઈ કાવર દ્વારા વિનંતી કરવામાં આવી છે.