મોરબી જિલ્લામાં વહેલી સવારથી હળમતીયા સહિત ધણા વિસ્તારોમાં વરસાદી ઝાપટું વરસ્યુ
મોરબી: મોરબી જિલ્લામાં મોરબી શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ આકાશમાં કાળા ડીબાંગ વાદળો છવાયા હતા અને જોત જોતામાં હળમતીયા ગામ સહિત ધણા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હોઇ તેવી માહિતિ મળી રહી છે. વરસાદી માહોલ સર્જાતાં વાતવરણમાં ઠંડક પ્રસરી છે.
રાજ્યમાં ચોમાસું નજીક આવી રહ્યું છે થોડા જ દિવસોમાં ચોમાસું બેસવા જઈ રહ્યું છે ત્યારે આજે રાજ્યમાં અનેક જગ્યાએ વાતવરણમાં પલટો આવ્યો છે જેમાં આજે વહેલી સવારથી જ મોરબી જીલ્લાના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો હતો. વહેલી સવારે આકાશમાં કાળા ડીબાંગ વાદળો ઘેરાયા હતા મોરબીનાં આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી ધણા વિસ્તારોમાં વરસાદ વરસાદી ઝાપટું વરસ્યુ હતું વરસાદ વરસવાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે અને ગરમી અને બફારાથી લોકોને આંશિક રાહત મળી છે.