ટંકારા: ઝાડ નીચે ઉભેલા શ્રમિક પર વીજળી કાળ બની ત્રાટકી
ટંકારા : ટંકારા તાલુકાના સખપર ગામે આજે સવારે વરસાદી ઝરમર વચ્ચે વરસાદથી બચવા માટે પીપળના ઝાડ નીચે ઉભેલા ખેત મજૂર ઉપર આકાશી વીજળી ત્રાટકતા મૃત્યુ નીપજ્યું હતું.
ટંકારા તાલુકાના સખપર ગામે હસમુખભાઈ કોરીંગાના ખેતરે ખેતમજુરી કામ કરતા મંડોળના વિપુલભાઈ સવારે વરસાદ આવતા, વરસાદથી બચવા વાડીએ પીપળના ઝાડ નીચે આશરો લીધો હતો જો કે, આજ સમયે વાદળોના ગળગળાટ વચ્ચે આકાશી વીજળી ત્રાટકતા વિપુલભાઈને તાત્કાલિક સારવાર માટે પડધરી ખસેડયા જ્યા ડોક્ટરે વિપુલભાઈને મૃત જાહેર કરતાં ટંકારા પોલીસ મથકની નેકનામ આઉટ પોસ્ટ દ્વારા અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.